મોદીની મંત્રીઓને સલાહ: ખોટા ખર્ચા અને ભાઇ-ભત્રીજાવાદથી દૂર રહે

તેમણે એ પણ સલાહ આપી કે સરકારી બંગલાને શણગારમાં પણ ખોટો ખર્ચ ન કરે. વડાપ્રધાનમંત્રીએ પીએમઓના અધિકારીઓને પણ જનતા દરબાર લગાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અધિકારી સમય અને દિવસ નિર્ધારિત કરી લે અને જનતાની ફરિયાદો સાંભળો. ખર્ચ પર લગામ લગાવવાની સાથે-સાથે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે તે દેશના સંઘીય માળખાને મજબૂત કરવા માટે કામ કરશે. તે ઇચ્છશે તો તેમનો કાર્યકાળ મુદ્દાઓ પર, ખાસકરીને રાજ્યો તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સંવેદનશીલતા સાથે વિચાર કરે.
વડાપ્રધાનમંત્રીનો કાર્યભાર સંભાળવાના એક દિવસ બાદ વડાપ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના અધિકારીઓ સાથે પહેલી ઔપચારિક બેઠક કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુદ્દાઓને પ્રભાવશાળી નિગરાની અને સમાધાન ખાસકરીને કાર્યાલયમાં આવેલા મુદ્દાઓને મુદ્દે આધુનિક ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવવા તથા પ્રણાલીઓ તથા પ્રક્રિયાઓ વિકસીત કરવા પર ભાર મૂકવો જોઇએ.
પીએમઓના સ્વરૂપ અને કામકાજ વિશે નરેન્દ્ર મોદીએ વિસ્તૃત પ્રસ્તુતુકરણ આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે ગત કેટલાક દાયકાઓથી આ એક મહત્વપૂર્ણ સંસ્થાના રૂપમાં વિકસિત થઇ છે અને તેની ઉત્કૃટતા કાર્યકુશળતાને આગળ વધારવી જોઇએ. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે બેઠક દરમિયાન વડાપ્રધાનમંત્રીએ જનતાની ફરિયાદોનું સમાધાન ફાસ્ટ ટ્રેક આધાર પર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સારા શાસન માટે હળીમળીને કામ કરવા પર ભાર મૂક્યો અને અધિકારીઓને કહ્યું કે તે પોતાની સલાહ સાથે તેમને મળવા માટે સ્વતંત્ર છે.












Click it and Unblock the Notifications
