For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ઇન અમેરિકા : US યાત્રામાં બરાક ઓબામા સાથે મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી સામેના પડકારો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 સપ્ટેમ્બર : ભારતીય વડાપ્રધાન અમેરિકાની ચાર દિવસની મહત્વપૂર્ણ ગણાતી મુલાકાત માટે રવાના થઇ ગયા છે. ચાર દિવસની મુલાકાતમાં નરેન્દ્ર મોદી અમેરિકા સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવવાનાની સાથે વેપાર સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવાનો ધ્યેય ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા યાત્રાની પૂર્વ સંધ્યાએ ભારતમાં 'મેક ઇન ઇન્ડિયા' (Make In India) યોજનાનો શાનદાર આરંભ કરાવ્યો છે. આ યોજના સાથે તેમના શિરે ભારતીયોનો વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી વધી છે. આવા સમયે અમેરિકા મુલાકાતમાં તેમના સામે કેવા પડકારો છે અને પડકારોને ઝીલવા માટે તેમનો મિજાજ કેવો રહેશે તે જાણવા આગળ ક્લિક કરો...

WTO ડીલ ડન કરવી

WTO ડીલ ડન કરવી


નરેન્દ્ર મોદી માટે બરાક ઓબામા સાથેની મુલાકાતમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) હેઠળ થયેલા બાલી એગ્રીમેન્ટનું ગુંચવાયેલું કોકડું ઉકેલવાનો સૌથી મોટો પડકાર છે.

અમેરિકા પાસેથી રોકાણ ખેંચી લાવવું

અમેરિકા પાસેથી રોકાણ ખેંચી લાવવું


નરેન્દ્ર મોદીએ FDIને નવું નામ આપ્યું છે કે ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા. જો કે આ માટે તેમનો પ્રયાસ ભારતમાં મહત્તમ રોકાણ ખેંચી લાવવાનો છે.

UN સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ

UN સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ


ભારત છેલ્લા ઘણા વર્ષોથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મેળવવા ઇચ્છે છે. આ બાબતે પાકિસ્તાન આડખીલી ઉભી કરી રહ્યું છે. પાકિસ્તાનને સમજાવવા માટે અમેરિકાને તૈયાર કરવાનો પડકાર મોદી સામે છે.

ભારતીય કંપનીઓ માટે બમણી ફી રદ કરે

ભારતીય કંપનીઓ માટે બમણી ફી રદ કરે


અમેરિકી 'સેનેટ બિલ 744' જાપાન અને યુરોપીયન દેશોની સરખામણીમાં ભારતીય આઈટી કંપનીઓને સમાન કર ચૂકવણી આપતું નથી. ભારતીય આઈટી કંપનિઓની ન્યૂનતમ ફીની માંગથી વિપરીત આ બિલ તેમની સાથે બમણો વ્યવહાર કરે છે. વડાપ્રધાન મોદીની માંગ હશે કે ભારતીય કંપનીઓ સાથે આ બમણી ફીને ખતમ કરવામાં આવે.

પાકિસ્તાનનો કાન આમળે અમેરિકા

પાકિસ્તાનનો કાન આમળે અમેરિકા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધ વિરામના ભંગની સાથે આતંકવાદીઓ દ્વારા થતી ઘૂસણખોરી વગેરે જેવા પ્રશ્નો મુદ્દે અમેરિકા પાકિસ્તાનનો કાન આમળે તથા આર્થિક મદદ ઘટાડે તે માટે અમેરિકાને મનાવવાનો પડકાર રહેશે.

ભારતની છબીને મજબૂત બનાવવી

ભારતની છબીને મજબૂત બનાવવી


ભારતના એક પ્રતિનિધિ તરીકે વિદેશમાં તેઓ ભારતની છબી સુધારવાના પ્રયત્ન સાથે પ્રવાસ કરશે.

English summary
Modi In America : Challenges before PM Narendra Modi during meeting with Barack Obama in US visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X