For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુવારે નરેન્દ્ર મોદી મુંબઇમાં, ભવ્ય સ્વાગત કાર્યક્રમ રદ

|
Google Oneindia Gujarati News

narendra-modi
મુંબઇ, 26 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 27 જૂન, 2013, ગુરુવારે એક દિવસની મુંબઇ મુલાકાતે જવાના છે. લોકસભા ચૂંટણી 2014ની તૈયારી માટે ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અઘ્યક્ષ નિમાયા પછીતેઓ પહેલી વાર મુંબઈ આવી રહ્યા છે. આ પ્રસંગે મુંબઇ ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી હતી. જો કે સ્વયં નરેન્દ્ર મોદીએ હવે તેમને ફોન કરીને ઉત્તરાખંડની હોનારત બાદ ભવ્ય સ્‍વાગત કરવું યોગ્‍ય નથી તેમ જણાવતા હવે તેમના ભવ્ય સ્વાગતની યોજના પડતી મૂકવામાં આવી છે.

ગુરુવારની મુંબઇ મુલાકાત દરમિયાન નરેન્‍દ્ર મોદી પહેલાં બાંદરાના રંગશારદા હોલમાં સવારે 11.30 વાગ્‍યે પ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે. ત્‍યાર બાદ બપોરે બે વાગ્‍યે તેઓ કોન્‍ફેડરેશન ઓફ ઇન્‍ડિયન ઇન્‍ડસ્‍ટ્રીઝ (એફઆઇઆઇ)ના કાર્યક્રમમાં ઇન્‍ડસ્‍ટ્રિયલિસ્‍ટોને તાજમહલ હોટેલમાં સંબોધવાના છે. સાંજે સાડા પાંચ વાગ્‍યે રામભાઉ મ્‍હાળગી પ્રબોધિનીના વિનય સહસ્રબુદ્ધેએ લખેલા ‘બિયોન્‍ડ ધ બિલ્‍યન બેલટ્‍સ' પુસ્‍તકના અનાવરણ માટે મુંબઈ શેરબજારમાં જવાના છે.

મુંબઇમાં મોદીના સ્વાગતની તૈયારીઓ વિશે જણાવતાં મુંબઈ ભાજપના પ્રેસિડન્‍ટ આશિષ શેલારે કહ્યું હતું કે 'અમે તૈયારીઓ કરી હતી અને મોટી સંખ્‍યામાં સમર્થકો તેમનું વેલકમ કરવા આવવાના હતા. એક ન્‍યુઝપેપરમાં તો આ માટે જાહેરખબર પણ પ્રસિદ્ધ થઈ હતી. જોકે નરેન્‍દ્ર મોદી સાહેબનો ફોન આવ્‍યો હતો કે ઉત્તરાખંડમાં અત્‍યારે કુદરતી હોનારતનો અનેક લોકો ભોગ બન્‍યા છે ત્‍યારે આવું ગ્રેન્‍ડ વેલકમ કરવું યોગ્‍ય નથી, મલાજો જળવાવો જોઇએ. આથી હવે અમે ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ રદ કર્યો છે.'

English summary
Narendra Modi in Mumbai on Thursday, grand welcome program canceled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X