For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની રસ્સી સળગી ગઇ પણ અકડ ના ગઇ : રામદેવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

baba-ramdev
નવી દિલ્હી, 21 ડિસેમ્બર: ગુરૂવારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ભાજપે ઇતિહાસ રચ્યો છે. એક તરફ નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રીજીવાર મુખ્યમંત્રીનો તાજ પહેરશે તો બીજી તરફ કોંગ્રેસ હારના કારણે બોખલાઇ ગઇ છે ચિત્ર-વિચિત્ર જવાબ આપી રહી છે, એમ યોગ ગુરૂ બાબા રામદેવે એક ટીવી ન્યૂઝ ચેનલને આ વાત કહી હતી. બાબા રામદેવે કહ્યું હતું કે દેશની સત્તા ગાંધી પરિવારની જાગીરી નથી જેના પર તે બેઠી છે. અને જે પ્રમાણે પાયાવિહોણા તર્ક કોંગ્રેસ આપી રહી છે તેનાથી સાબિત થાય છે કે તે કેટલી વિચિત્ર વાતો કરી રહી છે. તેના માટે હું બસ એટલું જ કહી શકું છું કે દોરડુ સળગી ગયું છે પણ બળ નથી ગયું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાર્યા બાદ પણ કોંગ્રેસી તર્ક આપી રહ્યાં છે કે નરેદ્ર મોદી જેટલી સીટોનો દાવો કરતાં હતાં કે ક્યાંય છે? કોંગ્રેસ એ વાતથી ખુશ છે કે નરેન્દ્ર મોદીને 2007માં મળેલી 117 સીટો કરતાં બે સીટો ઓછી છે. કોંગ્રેસ નેતા દર વખતે ટીવી ચેનલ પર તર્ક આપી રહ્યાં છે કે ભાઇ ક્યાં છે બે તૃત્રિયાંશ બહુમતી. જેનો નરેન્દ્ર મોદી સહિત દરેક એક્ઝિટ પોલ કરી રહ્યો છે.

કોંગ્રેસને એ વાતની રાહત મળી છે કે ગુજરાતમાં જ્યાં-જ્યાં રાહુલ ગાંધીએ ચુંટણી સભાઓ કરી હતી ત્યાં-ત્યાં તેમની પાર્ટીને જનાધાર મળ્યો છે, આ વાત પર બાબા રામદેવે કહ્યું હતું કે જ્યારે રાહુલ બાબા જ કોંગ્રેસની નાવડી પાર લગાડી રહ્યાં હતા તો તેમને આખા ગુજરાતનો પ્રવાસ કેમ ન કર્યો, ચુંટણી સભાઓ કેમ ન યોજી? અરે કોઇપણ કિંમતે રાહુલ ગાંધીની તુલના નરેન્દ્ર મોદી સાથે થઇ ન શકે. રાહુલ ગાંધી એક અપરિપક્વ માણસ છે.

English summary
Narendra Modi is Great and Rahul Gandhi is confused said Baba Ramdev on TV News Channel After Gujarat Assembly Election 2012 Result.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X