For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દેશ બાબરી મસ્જિદ ધ્વંસને ભૂલી શકે છે તો ગોધરાકાંડ પણ ભૂલી જશે'

|
Google Oneindia Gujarati News

p a sangma
નાગપૂર, 26 જૂન : પૂર્વ લોકસભા અધ્યક્ષ પીએ સંગમાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે કરતા મંગળવારે કહ્યું કે તે એક સારા વ્યવસ્થાપક છે પરંતુ સાથે સાથે એવું પણ જણાવ્યું કે મોદીની પાસે બિનસાંપ્રદાયિક છબીનો અભાવ છે.

સંગમાંએ એક ઇન્ટર્વ્યૂમાં તેમણે મોદીમાં રૂપાંતરણ કરવાની જબરદસ્ત ક્ષમતાઓ અને ઇચ્છા શક્તિ છે, તેઓ એક સારા વ્યવસ્થાપક છે, પરંતુ તેમની ધર્મનિરપેક્ષ છાપનો તેમનામાં અભાવ છે. પૂર્વ લોકસભા અધ્યક્ષે કહ્યું કે તેમના ગુણ વાજપેઇ સાથે મળે છે, તેમણે ગુજરાતમાં પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે, પરંતુ જ્યારે રાષ્ટ્રના નેતૃત્વનો વારો આવે છે, કોઇ રીતે ભાજપા રાજગ 2014માં સત્તામાં આવી પણ જાય છે તો એ તેમના માટે એક મોટો પડકાર રહેશે, તેમનો સંબંધ સુસાશન પ્રતિ વધારે રહેશે.

સંગમાએ 2002ના ગુજરાતના રમખાણો અંગે કહ્યું કે જ્યારે દેશ બાબરી મસ્જિદ ધ્વંસને ભૂલાવી શકે છે તો લોકો ગોધરાના રમખાણોને પણ ભૂલી જશે. પૂર્વ લોકસભા અધ્યક્ષે બાબરી મસ્જિદ ધ્વંસના મુદ્દા પર જણાવ્યું કે સંકટોને માફ કરવાની ભારતની અપાર ક્ષમતા છે.

સંગમાએ નિર્ધારિત સમય પહેલા લોકસભા ચૂંટણી થવાની સંભાવનાઓનો ઇનકાર કર્યો. તેમણે લોકસભા ચૂંટણી બાદના પરિદ્રશ્ય અંગે કહ્યું કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી રજૂ સંઘીય મોર્ચો બની શકવાની સંભાવના ઓછી છે.

સંગમાએ કહ્યું કે મુલાયમ સિંહ યાદવ, લાલુ યાદવ અને અન્ય નેતૃત્વ કરવા માંગશે અને આમાં મુશ્કેલીઓ આવશે. ભાજપાથી જેડીયુના અલગ થવા પર પૂર્વ લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે આવનાર લોકસભાની ચૂંટણીમાં જેડીયૂને ભારે નુકસાન થશે.

English summary
Former Lok Sabha Speaker PA Sangma today drew comparisons between Gujarat Chief Minister Narendra Modi and Atal Bihari Vajpayee, saying that the BJP strongman is a good administrator but lacks secular credentials unlike the erstwhile Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X