'મોદી' નામની લહેર આખા દેશમાં છે : કલ્યાણ સિંહ

કલ્યાણ સિંહે પત્રકારોને કહ્યું કે મોદીની લહેર આખા દેશમાં ફેલાઇ રહી છે અને રાજનૈતિક દળ તેને સ્વીકાર પણ કરી રહ્યા છે. આવનાર લોકસભા ચૂંટણી રાષ્ટ્રવાદ તથા મુસ્લીમ તુષ્ટીકરણના મુદ્દા પર થશે. મોદી દેશની જરૂરિયાત છે અને લોકો તેમના એજન્ડાનું સમર્થન કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે બિહારના લોકોએ પાંચ વર્ષ માટે જેડીયૂ અને ભાજપા ગઠબંધનને સમર્થન આપ્યું હતું, પરંતુ જેડીયૂ દ્વારા ભાજપાને વિશ્વાસઘાત કરી ગઠબંધન તોડવાની આ ઘટનાને લોકો અણદેખુ નહીં કરે.
બિહારમાં ભાજપાના ભવિષ્ય અંગે તેમણે કહ્યું કે જેડીયૂનું અલગ થવું ભાજપા માટે વરદાન રૂપ બની રહેશે અને ત્યાં તે 24 લોકસભા બેઠક પર જીત મેળવશે.












Click it and Unblock the Notifications
