દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદી છે નરેન્દ્ર મોદી : બેની પ્રસાદ વર્મા

beni-prasad-verma
નવી દિલ્હી, 22 જાન્યુઆરી : કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ ભાજપ અને સંઘ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદેએ આપેલા નિવેદનનું સમર્થન કર્યું છે. બેની પ્રસાદે પણ શિંદેના માર્ગે આગળ ચાલીને ભાજપ અને આરએસએસ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. બેની પ્રસાદે તમામ હદો વટાવીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે કરી છે. વર્માએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી પણ દાઉદ ઇબ્રાહિમથી નાના આતંકવાદી નથી. બેની પ્રસાદ વર્માના આ વિવાદાસ્પદ નિવેદન બાદ પ્રતિક્રિયાનો સિલસિલો શરૂ થઇ ગયો છે.

બેની પ્રસાદ વર્માએ સોમવારે પોતાના નિવાસસ્થાને મીડિયા સાથેની એક વાતચીતમાં આમ જણાવ્યું હતું. તેમણે મીડિયા સમક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ જેવા યુવાન નેતાના હાથમાં કોંગ્રેસની કમાન સૌંપવાથી દેશને મોટો લાભ મળશે. રાહુલ ગાંધીમાં દેશને આગળ ચલાવવાની તાકાત અને લાયકાત બંને છે. આવનારા સમયમાં રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરશે. તેમણે રાહુલ ગાંધીના ભાષણના પણ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે આવું ભાષણ મેં મારા જીવનમાં અત્યાર સુધી નથી સાંભળ્યું.

તેમણે આગળ જણાવ્યું કે જિંદગીના આ પડાવ પર હું કોંગ્રેસનો હિસ્સો બનીને સ્વયંને ભાગ્યશાળી સમજું છું. ત્યારબાદ તેમણે ભાજ પર તીક્ષ્ણ હુમલો કરતા જણાવ્યું તે ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદેએ જે કહ્યું છે તેનું હું સમર્થન કરું છું. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે ભાજપ અને સંઘની શિબિરોમાં હિન્દુ આતંકવાદની તાલીમ આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X