For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોદી કુર્તા' દ્વારા ખાદીના માર્કેટિંગનું અભિયાન શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 ઓક્ટોબર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રીની વધતી લોકપ્રિયતા તેમની રેલીઓમાં ઉમટતી ભીડને આકર્ષવા માટે ગુઅજ્રાત પ્રદેશ ખાદી ગ્રામઉદ્યોગ બોર્ડ પણ પાછળ રહ્યું નથી.

ગાંધી જયંતીના અવસરે ખાદીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર આજથી એક આક્રમક માર્કેટિંગ અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે, જેનું મુખ્ય આકર્ષણ 'નરેન્દ્ર મોદી કુર્તા' હશે.

ગુજરાત પ્રદેશ ખાદી ગ્રામઉદ્યોગ બોર્ડના અધ્યક્ષ વાદીભાઇ પટેલે જણાવ્યું હતું કે અમે ખાદી ડેનિમ જીન્સ જેવા વસ્ત્રો પણ યુવાનોને આકર્ષિત કરવા માટે રજૂ કરી રહ્યાં છીએ.

18-narendra-modi-kurta

આ સાથે જ ગુજરાતમાં નિર્મિત ખાદી ઉત્પાદનો પર અમે 25 ટકાથી વિશેષ છૂટ પણ આજથી આપી રહ્યાં છીએ. આ છૂટ અમદાવાદ, સૂરત, રાજકોટ, વડોદરા, જામનગર, પોરબંદર અને રાજ્યના અન્ય ભાગોના ખાદી ભંડારમાં શરૂ થઇ જશે. તેમને જણાવ્યું હતું કે આ વર્ષે પુરૂષો અને મહિલાઓ માટે નવી શૈલીના વ્યાપક રેંજના વસ્ત્રો રજૂ કરવામં આવશે.

English summary
Gujarat government is launching an aggressive marketing drive which will see "Narendra Modi kurtas" as one of the main attractions in the ensemble, along with garments like khadi-denim jeans to attract the youth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X