મોદીનો જાદૂ વાસ્તવિકતાથી અલગ છે: સલમાન ખુર્શીદ

ખુર્શીદે અલ્હાબાદમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદી જાદૂગર છે. જો કોઇ જાદૂગર હોય તો લોકોને મારું નિવેદન છે કે તે જાદૂ ને જાદૂ સમજે અને સચ્ચાઇને સચ્ચાઇ. નરેન્દ્ર મોદી દ્રારા ગુજરાતના વિકાસની વાતને ફ્ક્ત એક કપટ ગણાવતાં ખુર્શીદે કહ્યું હતું કે જાદૂના કારણે આંખોમાં ઝાકમઝોળ હતી તો હવે લોકો આંખો ખોલીને સચ્ચાઇને સ્વિકાર કરે. જાદૂ ફક્ત જોવામાં સારું લાગે છે.
તેમને કહ્યું હતું કે સામાન્ય રીતે જાદૂ બાળકોને ગમે છે, જેને ઘર ચલાવવાનું હોય તે સચ્ચાઇને સાથે લઇને ચાલે તો સારું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવવાની છે. ચૂંટણી પંચે નોટિસ જાહેર કરી દિધી છે.












Click it and Unblock the Notifications
