પ્રચાર ખતમ થયા બાદ ભાગવતને મળ્યા મોદી, અટલજીના લીધા આર્શિવાદ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 મે: 16મી લોકસભા માટે શનિવારે સાંજે ચૂંટણી પ્રચાર પુરો થવાની સાથે જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ચૂંટણી બાદની રણનિતી બનાવવા માટે મુલાકાતોનો સિલસિલો શરૂ કરી દિધો છે. શનિવારે સાંજે અહીં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે કરી અને ચૂંટણી પરિદ્રશ્યની સમીક્ષા કરવાની સાથે ભવિષ્યની રણનિતી પર ચર્ચા કરી. મુલાકાતના આ ક્રમમાં નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં ભાજપના પિતૃ પુરૂષ અને પૂર્વ વડાપ્રધાન મંત્રી અટલ બિહારી વાજપાઇ સાથે મુલાકાત કરી તેમના આર્શિવાદ લીધા.

ઉત્તર પ્રદેશના બલિયામાં પોતાની અંતિમ ચૂંટણી સભા કર્યા બાદ દિલ્હી પહોંચેલા નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપાઇ પાસેથી આર્શિવાદ લીધા બાદ ભાજપના રાષ્ત્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરવા માટે અશોક રોડ સ્થિત તેમના ઘરે પહોંચ્યા. રાજનાથ સિંહ સાથે મુલાકાત કર્યા બાદ નરેન્દ્ર મોદી ઝંડેવાલાન સ્થિત સંઘ કાર્યાલય પહોંચ્યા જ્યાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલ મોહન ભાગવત સાથે સુરેશ સોની સહિત પદાધિકારીઓને મળ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રચારની સમીક્ષા કરવા અને ભવિષ્યની રણનિતી નક્કી કરવા માટે સંઘ નેતાઓ સાથે નરેન્દ્ર મોદીની આ 2 કલાકની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પહેલાં શનિવારે નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઅને પૂર્વ વડાપ્રધાન મંત્રી અટલ બિહાર વાજપાઇ સાથે મુલાકાત કરી અને તેમના આર્શિવાદ લીધા. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું 'અંતિમ ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ અટલજીના આર્શિવાદ લેવા માટે આવ્યા. કેમ્પેન શરૂ કરતાં પહેલાં પણ તેમના આર્શિવાદ લીધા હતા. એમની સાથે મુલાકાત ખાસ હોય છે.' નરેન્દ્ર મોદીએ પોતાની ટ્વિટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો 'પ્રચાર અભિયાન દરમિયાન તેમણે 5800 રેલીઓ, ચર્ચાઓ અને સભાઓ કરી. આ દરમિયાન જનતા પાસેથી મળેલા અપાર સમર્થનથી હું ઉત્સાહિત છું.'

modi-mohan

નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું, '13 સપ્ટેમ્બર 2013ના રોજ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારનું દાયિત્વ મળ્યા બાદ હું આખા ભારતવર્ષનો પ્રવાસ કર્યો. મારી પાર્ટીના મિત્રોએ જણાવ્યું કે આ દરમિયાન રેલીઓ, 3ડી સભાઓ, ચાય પે ચર્ચા વગેરે મળીને મેં લગભગ 5800 કાર્યક્રમ કર્યા. 3 લાખ કિલોમીટરની યાત્રા કરી, ભારતવર્ષમાં 440 કાર્યક્રમ અને રેલીઓ સંબોધિત કરી. તેમાં ભારત વિજય રેલીઓ પણ સામેલ છે જેની શરૂઆત મેં 26 માર્ચ 2014ના રોજ મા વૈષ્ણવદેવીના આર્શિવાદથી કરી હતી.

English summary
BJP’s prime ministerial candidate Narendra Modi Saturday said that he had gone to seek the blessings of former prime minister Atal Bihari Vajpayee in Delhi after the end of the poll campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X