For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG ના ભાવ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર, મોદીના વિકાસની ગાડી રિવર્સ ગિયરમાં ચાલી રહી છે-રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે એલપીજીના ભાવ વધારાને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીના વિકાસની ગાડી રિવર્સ ગિયરમાં છે અને બ્રેક પણ ફેલ થઈ ગઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 નવેમ્બર : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે એલપીજીના ભાવ વધારાને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીના વિકાસની ગાડી રિવર્સ ગિયરમાં છે અને બ્રેક પણ ફેલ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે વિકાસ માટે સરકારની બૂમો વાસ્તવિકતાથી ઘણી દૂર છે અને લાખો પરિવારો ચુલાનો ઉપયોગ કરવા મજબૂર છે.

Rahul Gandhi

PriceHike હેશટેગનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને કહ્યું કે, વિકાસના જુમલાથી દૂર, લાખો પરિવારોને ચૂલો સળગાવવાની ફરજ પડી છે. મોદીજીના વિકાસની ગાડી રિવર્સ ગિયરમાં છે અને બ્રેક્સ પણ ફેલ થઈ ગઈ છે.

રાહુલ ગાંધીએ એ સમાચારનો સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો હતો, જેમાં એક સર્વે મુજબ ગ્રામીણ વિસ્તારોમાં 42 ટકા લોકોએ રસોઈ માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે, કારણ કે તેઓને હવે ગેસ પરવડી શકે તેમ નથી. લોકો હવે લાકડાના ઉપયોગ પર પાછા ફર્યા છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટી મોંઘવારીને લઈને ભાજપ પર સતત હુમલો કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે, દિવાળીની આગળની સાંજે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ ઘટાડા બાદ 22 જેટલા રાજ્યોએ પણ વેટમાં ઘડાટો કર્યો છે.

English summary
Modi's development vehicle is running in reverse gear: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X