ત્રણ તલાકના નિર્ણય પર PM નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નિવેદન

Posted By:
Subscribe to Oneindia News

ત્રણ તલાક પર સર્વોચ્ચ અદાલતના નિર્ણય આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને આ નિર્ણય અંગે ટિપ્પણી આપતા કહ્યું કે આ નિર્ણયથી મુસ્લિમ મહિલાઓને સમાનતાનો તેમનો હક મળશે. આ નિર્ણય મહિલા સશક્તિકરણ માટે ખુબ જ મોટું પગલું છે. વધુમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટિપ્પણી કરી હતી.

modi

તેમણે કહ્યું હતું કે આ નિર્ણયથી મુસ્લિમ મહિલાઓના સ્વાભિમાન અને સમાનતાના નવા યુગની શરૂઆત થાય છચે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓના પક્ષમાં વિવેકપૂર્ણ અને ન્યાયપૂર્ણ રીતે સર્વોચ્ચ અદાલતની સામે સરકાર તરફ પોતાનો પક્ષ રાખવા માટે આભારી છે. તેમણે કહ્યું કે ત્રણ તલાક એક ગેરકાનૂની નિર્ણય છે જેને ગેરકાનૂની કહીને કોર્ટે મુસ્લિમ મહિલાઓને સમાનતા અને આત્મસન્માન સાથે જીવવાનો અધિકાર આપ્યો છે.

English summary
PM Modi says Judgment of the supreme court on Triple Talaq is historic.
Please Wait while comments are loading...