Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત કેન્દ્ર માટે અલ્ટિમેટમ: મોદી

narendra-modi
નવી દિલ્હી, 5 જૂનઃ ગુજરાતમાં છ બેઠકો( બે લોકસભા અને ચાર વિધાનસભા)ની બેઠકોમાં ભાજપનો જ્વલંત વિજય થયા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતા અને પક્ષના કાર્યકર્તાઓનો આભાર માન્યો છે અને વિજેતા થયેલા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી છે. આ તકે મોદી કેન્દ્ર પર પ્રહાર કરવાનું જરા પણ ચૂક્યા નહોતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં જે રીતે ભાજપનો વિજય થયો છે તે કેન્દ્રની યુપીએ સરકાર માટે અલ્ટિમેટમ છે. નોંધનીય છે કે મોદી હાલ નવી દિલ્હી ખાતે આંતરિક સુરક્ષા સંદર્ભે મળી રહેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા ગયા છે.

મોદીએ જણાવ્યું કે, લોકસભાની પેટાચૂંટણીમાં જે પરિણામ આવ્યા તે સ્પષ્ટ સંકેત છે કે 2014ની ચૂંટણીમાં શું થવાનું છે. આ વિજય એ યુપીએ સરકારને અલ્ટિમેટમ સમાન છે. ગુજરાતમાં તમામ બેઠકોમાં પર ભાજપને વિજયી બનાવવા બદલ હું ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકરો આભાર માનું છું.

મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે સૌથી વધુ રસ રાષ્ટ્રિય સુરક્ષા કરતા રાજકિય સુરક્ષામાં છે. માઓવાદીઓ સામે લડવા માટે આખા રાષ્ટ્રએ એકજૂટ થવું પડશે, અને આ પરિષદ થકી એ સંદેશો પહોંચવો જોઇએ કે અમે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ અને સિક્યોરિટી ફોર્સની સાથે ઉભા છીએ. રાષ્ટ્ર ક્યારેયપણ માઓવાદને સ્વિકારશે નહીં, ભારત લડશે અને વિજયી થશે. નેપાળના પશુપતિનાથથી આંધ્રના તિરુપતિ સુધી માઓવાદીઓ દ્વારા રેડ કોરીડોર ઉભો કરવામાં આવ્યો છે, જે ચિંતાનો વિષય છે, તેમ મોદીએ વધુમાં કહ્યું છે.

સોનિયા ગાંધી પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, પદ્મા નામની એક મહિલા કે જેમના પતિ માઓવાદી તરીકે જાણીતા છે, તેમને સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળની નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય બનાવવામાં આવ્યા છે, તેમજ પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળની પ્લાનિંગ કમિશનમાં પણ એક સભ્ય માઓવાદી છે, ત્યારે કેવી રીતે સિક્યોરિટી ફોર્સ માઓવાદીઓ સાથે લડી શકે?

મોદીએ ચેતવ્યા છે કે, માઓવાદીઓ હવે અરબન સેન્ટરને ટારગેટ કરવાની યોજના બનાવી રહ્યા છે અને તેમની યોજના પુણે, અમદાવાદ જેવા ઇન્ડ્સ્ટ્રિયલ કોરીડોર સહિત છ મોટા શહેરોને ટાર્ગેટ કરવાની છે. મોદીએ કેન્દ્રના આઇબી અને એનસીટીસીમાંથી એમએસી કરવાના પ્રપોઝલનો પણ વિરોધ કર્યો હતો, તેમણે કહ્યું કે, તેનાથી ફેડરલ સ્ટ્રક્ચરને નુક્સાન પહોંચશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X