પહેલા યુપીની સંસ્કૃતિ અને રાજકારણને શીખે મોદી: મુલાયમ

narendra modi
રામપૂર, 12 જુલાઇ : સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે જણાવ્યું છે કે જો નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડવા માંગતા હોય તો તેમણે આગળ આવીને રાજ્યની સંસ્કૃતિ અને રાજકારણ શીખવું જોઇએ જ્યાં લોકો સાંપ્રદાયિકતાના આધારે વહેંચાયેલા નથી.

તેમણે અત્રે જણાવ્યું કે તેમણે એ ના વિચારવું જોઇએ કે ઉત્તર પ્રદેશ ગુજરાત છે કારણ કે બંને રાજ્યોની સંસ્કૃતિઓમાં આકાશ-પાતાળનો અંતર છે. જ્યાં સુધી રાજનૈતિક ચિંતન અને સામાજિક દ્રષ્ટિકોણની વાત છે તો બંને રાજ્યોના લોકોમાં ખુબ જ અંતર છે.

યાદવે જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશથી ચૂંટણી લડવા માંગતા હોય તો તેમને આગળ આવવા દો, જેથી તેઓ અહીંના શાંતિપ્રિય વોટરોની સંસ્કૃતિ અને રાજનીતિને સમજી શકે જે કોમી ભાઇચારા અને સદભાવના સાથે રહે છે.

જ્યારે તેમને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની સામે અને અન્ય મહત્વપૂર્ણ મત વિસ્તારોમાં ઉભા રાખનાર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અંગે પૂછવામાં આવતા તેમણે જણવ્યું કે નિર્ણય પાર્ટીની સંસદીય બોર્ડ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X