For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્યકારિણીની બેઠકમાં મોદીનું વિશેષ અભિનંદન

By Super
|
Google Oneindia Gujarati News

narendra_modi
નવીદિલ્હી, 2 માર્ચઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે દિલ્હી તરફની કૂચ લગભગ નક્કી થઇ ગઇ છે. ભાજપની કાર્યકારિણીની બેઠકમાં ગત કાલે એક માત્ર નરેન્દ્ર મોદીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. જો કે, પીએમ પદના ઉમેદવાર તરીકે મોદીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમન વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ભલે મિશન 2014ની રણનીતિ નક્કી કરવા માટે હોય, પરંતુ બેઠકમાં અને બેઠકની બહાર પાર્ટીમાં તમામ નેતા નમો નમો કરતા જોવા મળ્યા. આગામી લોકસભા ચૂંટણીમાં પોતાને વિકલ્પ તરીકે રજૂ કરવા માટે ભાજપનું મહામંથન મોદીની આસપાસ ફરતું જોવા મળ્યું. ભાજપના તમામ નેતા નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવજ બુલંદ કરતા જોવા મળ્યા, તો કેટલાક નેતા પોતાની બાજી ખુલ્લી કરવાથી બચતા રહ્યાં.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોદીની હૈટ્રિક બાદ રાષ્ટ્રીય કાર્યકારિણીની આ પહેલી બેઠક છે. બેઠકમાં મોદીની ધમકનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે પોતાના ભાષણમાં ગુજરાતના વિકાસનો ખાસ કરીને ઉલ્લેખ કર્યો અને મોદીના ભરપેટ વખાણ કર્યા હતા.

મોદીની ચર્ચા થયા પછી અંદાજે એક મીનિટ સુધી કાર્યકારિણીની બેઠકમાં ઉપસ્થિત ચારસોથી વધારે નેતાઓએ ટેબલ થપથપાવીને તેનો સ્વાગત કર્યો, જોકે ભાજપની ચૂંટણી મિશનમાં મોદીની ભૂમિકાને લઇને સસ્પેન્સ બની રહ્યું છે.

English summary
The 3 day conclave of the BJP today kicked off with the spotlight on Narendra Modi, projected by some as the party's prime ministerial face, amid voices that his popularity has grown significantly to make a mark on the national stage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X