For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી જમ્મુ-કાશ્મીર પ્રવાસ પર, ઘાટીમાં હાઇ એલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કશ્મીરના પ્રવાસ પર જઇ રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર ઘાટી પ્રવાસના પગલે અત્રે હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આ પ્રવાસ દરમિયાન મોદી કટરા જનારી રેલ લાઇનનું ઉદઘાટન કરશે. આનાથી વૈષ્ણો દેવી જનારા ભક્તોને ખૂબ જ રાહત મળશે. વડાપ્રધાનની લીલી ઝંડી બતાવ્યા બાદ ઉધમપુરથી કટરા સુધીનો 25 કિમીના ટ્રેકને ઔપચારીક રીતે ખોલી દેવામાં આવશે, જેના કારણે ઉધમપુરથી કટરા સુધી માત્ર 45 મિનિટમાં પહોંચી શકાશે.

વડાપ્રધાન દ્વારા પહેલા ઘાટી પ્રવાસને ધ્યાનમાં રાખી હાઇ એલર્ટ જાહેર કરાયું છે. શ્રીનગર અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષાદળ અને પોલીસ જવાન ગાડિયોની તલાશી લઇ રહ્યા છે. સમાચાર મળ્યા છે કે કશ્મીરમાં વડાપ્રધાનની સુરક્ષામાં ખડેપગે રહેનારા 70થી વધારે એસપીજી જવાનોએ સમારંભ સ્થળની તપાસ કરી છે. આ ઉપરાંત અર્ધસૈનિકદળ, અને જમ્મુ-કશ્મીર પોલીસના જવાનોને શ્રીનગર-ઉરી-બારામુલા માર્ગ પર ગોઠવવામાં આવ્યો છે. બીજી બાજું અલગતાવાદીઓએ કાશ્મીર બંદની જાહેરાત કરી છે.

ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા સેનાએ કૃષ્ણા ઘાટી સેક્ટરમાં આતંકવાદીઓની ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો. 24 કલાકની અંદર સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘુસણખોરીના બીજા પ્રયત્નને નિષ્ફળ કરી દીધો. સેનાના જણાવ્યા અનુસાર પુંછ જિલ્લામાં કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાની કોશીશ કરી. આ દરમિયાન સેનાએ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. આ વિસ્તારમાં સેનાએ ગુરુવારે રાત્રે પણ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ઘુસણખોરીને નિષ્ફળ કરી દીધી. આતંકવાદીઓની આ હરકત બાદ સેનાએ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

વડાપ્રધાનનો જમ્મુ-કાશ્મીરમાં જુઓ કાર્યક્રમ...

વડાપ્રધાનનો કાશ્મીરમાં કાર્યક્રમ

વડાપ્રધાનનો કાશ્મીરમાં કાર્યક્રમ

સવારે 9.45 કલાકે જમ્મુ ટેક્નીકલ એરપોર્ટ પહોંચશે. 10 વાગે હેલીકોપ્ટર દ્વારા કટરા પહોંચશે. 10.15થી 10.45 વાગ્યાની વચ્ચે કટરા-ઉધમપુર રેલમાર્ગનું ઉદઘાટન કરશે.

વડાપ્રધાનનો કાર્યક્રમ

વડાપ્રધાનનો કાર્યક્રમ

11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગર માટે રવાના થશે. શ્રીનગરના બદામી બાગ કાર્યાલયમાં સેન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ શ્રીનગરમાં રાજભવનમાં લંચ કરશે. લંચ બાદ વડાપ્રધાન ઉરી માટે રવાના થશે.

ઉરીમાં વીજળી પરિયોજનાનું ઉદઘાટન

ઉરીમાં વીજળી પરિયોજનાનું ઉદઘાટન

શ્રીનગરના રાજભવનમાં લંચ બાદ વડાપ્રધાન ઉરી માટે રવાના થશે. 4 વાગે ઉરીમાં વીજળી પરિયોજનાનું ઉદઘાટન કરશે. ત્યારબાદ ઉદઘાટન બાદ 5.45 કલાકે શ્રીનગરથી દિલ્હી માટે રવાના થશે.

ઘાટીમાં હાઇ એલર્ટ જાહેર

ઘાટીમાં હાઇ એલર્ટ જાહેર

વડાપ્રધાન દ્વારા પહેલા ઘાટી પ્રવાસને ધ્યાનમાં રાખી હાઇ એલર્ટ જાહેર કરાયું છે. શ્રીનગર અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષાદળ અને પોલીસ જવાન ગાડિયોની તલાશી લઇ રહ્યા છે. સમાચાર મળ્યા છે કે કશ્મીરમાં વડાપ્રધાનની સુરક્ષામાં ખડેપગે રહેનારા 70થી વધારે એસપીજી જવાનોએ સમારંભ સ્થળની તપાસ કરી છે. આ ઉપરાંત અર્ધસૈનિકદળ, અને જમ્મુ-કશ્મીર પોલીસના જવાનોને શ્રીનગર-ઉરી-બારામુલા માર્ગ પર ગોઠવવામાં આવ્યો છે. બીજી બાજું અલગતાવાદીઓએ કાશ્મીર બંદની જાહેરાત કરી છે.

ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ

ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા સેનાએ કૃષ્ણા ઘાટી સેક્ટરમાં આતંકવાદીઓની ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો. 24 કલાકની અંદર સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘુસણખોરીના બીજા પ્રયત્નને નિષ્ફળ કરી દીધો. સેનાના જણાવ્યા અનુસાર પુંછ જિલ્લામાં કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાની કોશીશ કરી. આ દરમિયાન સેનાએ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા.

English summary
Narendra Modi to flag off first train from Katra amid shutdown today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X