ગાંધીનગર સીટને લઇને અડવાણીને પડ્યું વાંકુ, મોદી ચાલ્યા મનાવવા
નવી દિલ્હી, 20 માર્ચ: ભાજપે આજે લોકસભાની ચૂંટણી માટે 67 ઉમેદવારોની યાદી જાહેર કરી દિધી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડોદરાથી પણ લોકસભાની ચૂંટણી લડશે. પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિ વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ગાંધીનગર સીટ પરથી ટિકીટ આપવામાં આવી છે. 'ડ્રીમ ગર્લ' હેમામાલિની મથુરા સીટ પરથી ચૂંટણી લડશે. પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી.
ભાજપ સંસદીય બોર્ડે સર્વસંમતિથી લાલકૃષ્ણ અડવાણીને ગુજરાતના ગાંધીનગરથે ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવે છે કે લાલકૃષ્ણ અડવાણી આ વખતે ભોપાલ સીટ પરથી ચૂંટણી લડવા ઇચ્છતા હતા. લાલકૃષ્ણ અડવાણી સંસદીય બોર્ડ સાથે ચૂંટણી સમિતિની બેઠકમાં સામેલ થયા ન હતા. લાલકૃષ્ણ અડવાણી હાલમાં ગુજરાતની ગાંધીનગર સીટ પરથી સાંસદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડવા માટે તેમને મનાવવામાં આવી રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરથી ટિકીટ મળતાં લાલકૃષ્ણ અડવાણી નારાજ છે. તે ભોપાલથી ચૂંટણી લડવા ઇચ્છે છે, પરંતુ પાર્ટીએ તેમની માંગને નજરઅંદાજ કરતાં ગાંધીનગરથી ટિકીટ આપી છે.
આ દરમિયાન લાલકૃષ્ણ અડવાણીને મળવા માટે નરેન્દ્ર મોદી તેમના ઘરે પહોંચ્યા. માનવામાં આવે છે કે લાલકૃષ્ણ અડવાણીના સમર્થક હરીન પાઠકને અમદાવાદ ઇસ્ટથી ટિકીટ આપવામાં આવી શકે છે અને ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી પણ પોતાની નારાજગી ખતમ કરી ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે તૈયાર થઇ શકે છે.

આ પહેલાં પાર્ટીની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ અને પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીથી લાલકૃષ્ણ અડવાણીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સમાચાર એ પણ ઉમેદવારોની પ્રથમ યાદીમાં અથવા મોદી અને રાજનાથ સાથે પોતાના નામની જાહેરાત ન થતાં તેમને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
બીજી તરફ ભાજપની ભોપાલ એકમે સ્પષ્ટ કરી દિધું છે કે તેમણે અહીંથી ચૂંટણી લડવા માટે અડવાણીના નામનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે પોતાનું મૌન તોડતાં કહ્યું હતું કે ગાંધીનગર સીટ માટે ફક્ત લાલકૃષ્ણ અડવાણીના નામનો જ વિચાર કરવામાં આવ્યો હતો એટલા માટે તેમને આ સિવાય બીજી સીટ વિશે વિચારવું ન જોઇએ.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા યાદી મુજબ પોરબંદરથી વિઠ્ઠલભાઇ રાદડિયા, હિના ગાવિત નંદૂરબાર, અલ્હાબાદથી શ્યામાચરણ ગુપ્તા, ડુમરિયાગંજથી જગદંબિકા પાલ, બૃજભૂષણ શરણ સિંહ કેસરગંજથી ભાજપના ઉમેદવાર હશે. બૃજભૂષણ શરણ સિંહ સપાથી સાંસદ છે.
બક્સરથી અશ્વિની કુમાર ચૌબે, જયપુર ગ્રામીણથી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ઝાલાવાડથી દુષ્યંત સિંહ, ઓમ બિડલા કોટાથી, ઝંઝારપુરથી વિરેન્દ્ર કુમાર ચૌધરી, કામેશ્વર ચૌપાલ સુપૌલથી ભાજપના ઉમેદવાર હશે. ઝામુમો ધારાસભ્ય વિદ્યુત મહતો જમશેદપુરથી ચૂંટણી લડશે.












Click it and Unblock the Notifications
