તમિલનાડુની 40 સીટો વિનાપણ વડાપ્રધાન બનશે મોદી: વાઇકો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ચેન્નઇ, 22 માર્ચ: દેશમાં 'મોદીની લહેર'નું સમર્થન કરતાં એમડીએમકેના નેતા વાઇકોએ શનિવારે કહ્યું હતું કે વડાપ્રધાન પદ માટે ભાજપના ઉમેદવાર તમિલનાડુની 40 સીટો વગર પણ ચોક્કસ પણે આગામી વડાપ્રધાન બનવાના છે. વાઇકોની પાર્ટી એમડીએમકે ભાજપના નેતૃત્વવાળ ગઠબંધનનો ભાગ છે.

વાઇકોએ એમડીએમકેનું ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે 'દેશભરમાં મોદીની તેજ લહેર છે. તમિલનાડુ અને પોંડેચેરીની 40 સીટો વગર પન તે નિશ્વિતપણે વડાપ્રધાન બનશે.' એમડીએમકે તમિલનાડુમાં સાત મતવિસ્તારોમાં ચૂંટણી લડી રહી છે.

મુખ્યમંત્રી જયલલિતા દ્વારા કહેવામાં આવેલી વાત (અન્નાદ્રમુક સિવાય કોઇપણ પાર્ટીને આપવામાં આવનાર વોટ બરબાદ થઇ જશે) પરંતુ વાઇકોએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ''એવી કોઇપણ સ્થિતી ઉદભવી ન જોઇએ કે જ્યાં કોંગ્રેસના બહારના સમર્થનથી કેન્દ્રમાં સરકાર બનાવામાં આવે'' વિરૂધુનગરથી ચૂંટણી લડી રહેલા વાઇકોએ કહ્યું હતું કે 'તે પોતાનો વિચાર રાખી શકે છે.

vaiko-modi

પરંતુ મારું માનવું છે કે જો તમે ભાજપ ગઠબંધન ઉપરાંત બીજા કોઇને પણ વોટ આપો છો તો તમારો વોટ નકામો જશે કારણ કે કોઇપણ બીજી પાર્ટી સત્તામાં આવવા માટે બહારથી કોંગ્રેસનું સમર્થન લેવાનો પ્રયત્ન કરી શકે છે.

English summary
Endorsing the existence of a "Modi wave" across the country, MDMK leader Vaiko today said the BJP's Prime Ministerial candidate becoming the next Prime Minister was a certain certainty even without taking into account the 40 seats of Tamil Nadu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X