For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દોષી ઠરેલા મંત્રી બાબુ બોખીરિયા અંગે નિર્ણય કરશે મોદી'

|
Google Oneindia Gujarati News

narendra modi
નવી દિલ્હી, 30 જૂન : ભાજપાએ શનિવારે કહ્યું કે ગેરકાયદેસર રીતે માઇનિંગ મામલામાં કોર્ટે દોષી ઠેરવેલા ગુજરાતના જળ સંસાધનમંત્રી બાબુભાઇ બોખીરિયાના હજી સુધી હોદ્દા પર બની રહેવા અંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાતે નિર્ણય લેશે.

ભારતીય જનતા પાર્ટીના નેતા મુરલી મનોહર જોશીએ બોખીરિયાના રાજીનામા અંગે પૂછવા અંગે પત્રકારોને જણાવ્યું કે 'કાનૂને પોતાનું કામ કરવું જોઇએ, આ અંગેનો નિર્ણય મુખ્યમંત્રીએ લેવાનો છે.'

એવું કહેતા કે પાર્ટી બેવડું વલણ અપનાવી રહ્યું છે, કારણ કે કર્ણાટકમાં લોકાયુક્ત દ્વારા સંકેત લીધા બાદ પાર્ટીએ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાને પદ છોડવા પર મજબૂર કર્યા હતા, જોશીએ કહ્યું હતું કે દરેક મામલાની પોતાની એક સત્યતા હોય છે. તેમણે જણાવ્યું કે એ વાતની સંભાવના છે કે બોખીરિયા હાઇકોર્ટમાં અપિલ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પાણી પૂરવઠા મંત્રી બાબુ બોખીરિયા સહિત ત્રણ લોકોને 2006ના 500 કરોડની ખનીજ ચોરી કૌભાંડના મામલામાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા પોરબંદર સેશન્સ કોર્ટ દ્વારા આ સજા સંભળાવવામાં આવી છે. જો કે મળતી માહિતી અનુસાર બોખરિયાએ જિલ્લા અદાલતમાં આ ચૂકાદા પર સ્ટે માટે અરજી દાખલ કરી દીધી છે.

શું છે ખનીજ ચોરીનો મામલો

પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં તા. ૫-૬-૨૦૦૬ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે બાબુ બોખીરિયા અને તેમના સાગરીતો દ્વારા પાંચ વર્ષી ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરીને જાહેર સંપત્તિને નુક્સાન પહોંચાડ્યું છે. આ કૌભાંડ અંદાજે 500 કરોડની આસપાસ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જે તે સમયે પોરબંદર પોલીસે ભીમા દુલા અને લખમણ ભીમાની ધરપકડ કરી હતી.

English summary
Narendra Modi will take decision on BJP leader Babubhai bokhiria, who was proved guilty by session court in illegal mining case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X