પ્રચંડ જીત બાદ મોહન ભાગવતઃ રામનું કામ કરવાનુ છે, રામનું કામ થઈને રહેશે
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પોતાના રાજસ્થાન પ્રવાસે રામ મંદિર વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પોતાના રાજસ્થાન પ્રવાસે એક મોટુ નિવેદન આપ્યુ છે. રામ મંદિર પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે રામનું કામ કરવાનું છે તો રામનું કામ થઈને રહેશે, ભાગવત ઉદયપુરના બડગામ વિસ્તારમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા જ્યાં તેમણે અયોધ્યાના રામ મંદિરના સવાલ પર આ નિવેદન આપ્યુ.

‘રામનું કામ કરવાનુ છે, રામનુ કામ થઈને રહેશે'
સોમવારે કથાવચર મોરારી બાપુની હાજરીમાં ભાગવતે કહ્યુ કે રામનું કામ કરવાનુ છે, આપણુ જ કામ છે, આપણુ કામ આપણે જાતે કરીશુ, ભારતનું મહાશક્તિ બનવુ બાકી દેશોના મહાશક્તિ બનવાથી અલગ રહેશે, શક્તિ, શક્તિ છે... તેનો ઉપયોગ રામ કરે છે તો અલગ વાત છે, રાવણ કરે તો બીજો અર્થ છે, ઈતિહાસ કહે છે કે જે દેશના લોકો સજગ, શીલવાન, સક્રિય અને બળવાન હોય તે દેશનું ભાગ્ય નિરંતર આગળ વધે છે, હંમેશા ચર્ચા થાય છે કે ભારત વિશ્વ શક્તિ બનશે પરંતુ એ પહેલા આપણી પાસે એક ડરનો ડંડો અવશ્ય હોવો જોઈએ કારણકે વિકાસ માટે અનુશાસન હોવુ ખૂબ જરૂરી છે.

રામ મંદિર વિશે આરએસએસ પ્રમુખનું મોટુ નિવેદન
તમને જણાવી દઈએ કે આરએસએસ તરફથી સતત અયોધ્યામાં રામ મંદિર વિશે નિવેદન જાહેર કરવામાં આવે છે, તે પહેલા પણ ભાજપ સરકાર પર મંદિર વિશે દબાણ કરતા રહ્યા છે પરંતુ ભાજપ આ જટિલ મુદ્દરાને કાયદાકીય રીતે ઉકેલવા ઈચ્છે છે, હાલમાં અયોધ્યા મંદિરનો કેસ સુપ્રીમમાં છે.

ફેબ્રુઆરીમાં પણ ભાગવતે કરી હતી રામ મંદિરની વાત
જો કે આ કોઈ પહેલી વાર નથી જ્યારે ભાગવતે રામ મંદિર પર આ રીતનું નિવેદન આપ્યુ છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ચૂંટણી પહેલા મોહન ભાગવતે કહ્યુ હતુ કે લોકસભા ચૂંટણી બાદ આરએસએસે રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવુ જોઈએ. કેન્દ્રમાં જેની પણ સરકાર બને, સંઘ પ્રમુખે કહ્યુ હતુ કે ધર્મ સંસદ મુજબ જ રામ મંદિરનું નિર્માણ થશે અને ચૂંટણી બાદ સરકાર ભલે ગમે તેની બને સંઘ સંતો સાથે મળીને મંદિરનું નિર્માણ શરૂ કરશે.

રામ મંદિર નિર્માણ અને ગૌરક્ષા હિંદુ સંસ્કૃતિની ઓળખ
મોહન ભાગવતે કહ્યુ હતુ કે રામ મંદિર નિર્માણ અને ગૌરક્ષા હિંદુ સંસ્કૃતિની ઓળખ છે અને એ ઘણુ મહત્વનું છે અને આના પર ઝડપથી કામ થવુ જોઈએ. ભાગવતના આ નિવેદન બાદ રાજકીય ગલીઓમાં હલચલ મચી ગઈ હતી અને આજે ફરીથી એક વાર રાજકીય ગલીઓમાં રામ મંદિર પર ચર્ચા શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં ગ્વાલિયરમાં આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રિદિવસીય બેઠક યોજાઈ હતી જેમાં રામ મંદિર નિર્માણનો માર્ગ જલ્દી બનાવવા પર જોર આપવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં સુપ્રીમ કોર્ટની પહેલથી સંઘને લાગે છે કે મંદિર નિર્માણમાં આવી રહેલી બાધાઓને જલ્દી દૂર કરી શકાશે અને મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ જશે.












Click it and Unblock the Notifications
