મોદી-નીતિશ થયા એકજૂટ, સાવજો મસ્તીના મૂડમાં, આજના ખાસ સમાચાર
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા પક્ષના ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી, તો બીજી તરફ મોદીની નિયુક્તિ બાદ ગોવામાં નેતાઓ એકઠા થયા હતા, જ્યારે પટનામાં મોદી અને નીતિશના માસ્ક સાથે કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન નેવી ચીફને ગાર્ડ ઓફ હોનર
નવી દિલ્હી ખાતે ઓસ્ટ્રેલિયન નેવી ચીફ વાઇસ એડમિરલ રે ગ્રીગને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

વરિષ્ઠ નેતાઓ સાથે ભાજપ અધ્યક્ષ
પણજી ખાતે રવિવારે 2014ની ચૂંટણી માટે પક્ષની ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ ગોવા ખાતે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે અરૂણ જેટલી, સુષમા સ્વરાજ સહિતના નેતા.

સુરતમાં ફેશન
સુરત ખાતે અભિનેત્રી સાના સઇદે એક ફેશન શોમાં ભાગ લીધો હતો.

મુંબઇમાં ફરી વળ્યું પાણી
મુંબઇ ખાતે ભારે વરસાદના કારણે અનેક સ્થળો પર પાણી ફરી વળ્યું હતું.

એપીડીપી દ્વારા વિરોધ પ્રદર્શન
શ્રીનગર ખાતે લાપતા થયેલા યુવાનોના વાલીઓ દ્વારા મૌન વિરોધ કરવામાં આવ્યું હતું, જેમાં એપીડીપી દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો.

સરકારી કર્મચારીઓ પર છોડાઇ પાણીની છોળો
શ્રીનગરના જહાંગીર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા સરકારી કર્મચારીઓ પર પોલીસ દ્વારા પાણીની છોળો છોડવામા આવી હતી.

આહુવાલિયા સાથે જયલલિતા
2013-14ના વાર્ષિક એન્યુઅલ પ્લાન અંગે ચર્ચા કરવા માટે એકઠા થયેલા ડેપ્યુટી ચેમરેન ઓફ પ્લાનિંગ કમિશન મોન્ટેક સિંહ આહુવાલિયા અને તમિળનાડુના મુખ્યમંત્રી જયલિલતા.

મોદી-નીતિશ એકજૂટ
પટના ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના માસ્ક પહેરીને મોદીની પક્ષના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હોવાના નિર્ણયને ઉજવી રહ્યાં હતા.

મસ્તીના મૂડમાં સાવજો
જૂનાગઢ ખાતે ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ખાતે મસ્તીના મૂડમાં જણાતા સાવજો

ચૂંટાયેલા ધારાસભ્યોને શુભેચ્છા
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે પેટા ચૂંટણીમાં જીતેલા પક્ષના ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.












Click it and Unblock the Notifications
