આ સુંદર ચહેરા છેતર્યા છે અનેકેને

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 2003માં મોદીના વખાણ કરવાની વાતને લઇને સ્પષ્ટતા કરી હતી. જો બીજી તરફ ઉત્તર ભારત સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

દિલ્હીમાં ભારે વરસાદ

દિલ્હીમાં ભારે વરસાદ

નવી દિલ્હીમાં વિજય ચોક પાસે ભારે વરસાદના કારણે લોકોનો જમાવડો મળ્યો હતો.

યુરોપિયન અફેર્સ મિનિસ્ટર સાથે સલમાન ખુર્શિદ

યુરોપિયન અફેર્સ મિનિસ્ટર સાથે સલમાન ખુર્શિદ

નવી દિલ્હી ખાતે સ્લાવોક રિપબ્લિકના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, મિનિસ્ટર ઓફ ફોરેન અને યુરોપિયન અફેર્સ મિરોસ્લવ લાજેકને મળી રહેલા વિદેશ મંત્રી સલમાન ખુર્શિદ.

અરુનિમા સિન્હાને શુભેચ્છા

અરુનિમા સિન્હાને શુભેચ્છા

ભાજપ પ્રમુખ રાજનાથ સિંહે એવરેસ્ટ સર કરનારી અરુનિમા સિન્હાને શુભેચ્છા પાઠવી હતી.

ખીર ભવાની ટેમ્પલ

ખીર ભવાની ટેમ્પલ

સોમવારે વાર્ષિક હિન્દુ ફેસ્ટિવલ દરમિયાન ખીર ભવાની ટેમ્પલ ખાતે ધાર્મિક પૂજા કરી રહેલા કાશ્મિરિ પંડિત.

નીતિશની સ્પષ્ટતા

નીતિશની સ્પષ્ટતા

2003માં મોદીના વખાણ કરવાની વીડિયો ક્લિપના કારણે વિવાદ થયા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મીડિયાને સંબોધીને સ્પષ્ટતા આપી હતી.

કાશ્મિરમાં ચાર દિવસ રસ્તો બંધ

કાશ્મિરમાં ચાર દિવસ રસ્તો બંધ

સ્ટોન અને લેન્ડસિલ્ડ્સને તોડવાનું કામ ચાલી રહ્યું હોવાના કારણે જમ્મુ અને કાશ્મિરના માનસર વિસ્તારની પીર કી ગલી અને પોશિનાને જોડતા રોડ પર વાહનો ફસાયા હતા, આ રસ્તો ચાર દિવસ સુધી બંધ રહેશે.

પાણીએ પૂલને કર્યો ધ્વસ્ત

પાણીએ પૂલને કર્યો ધ્વસ્ત

રુદ્રપ્રયાગ ખાતે અલખનંદા નદીમાં આવેલા ભારે પૂલના કારણે એક પૂલ ધ્વસ્ત થઇ ગયો હતો.

લાઇનમેન યુનિયન સાથે ટકરાવ

લાઇનમેન યુનિયન સાથે ટકરાવ

પટિયાલામાં પોતાની માંગણીઓનો લઇને અનએમ્પલોઇડ લાઇનમેન યુનિયનના સભ્યો દ્વારા આમરણાંત ઉપવાસ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો, જે સમયે પંજાબ પોલીસ સાથે ટકરાવ થયો હતો.

કાશ્મિરી પંડિતોની મુલાકાત

કાશ્મિરી પંડિતોની મુલાકાત

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રી ગુલાબ નબી આઝાદે કાશ્મિરમાં જાણીતા ખીર ભવાની મંદિર ખાતે કાશ્મિરી પંડિતોની મુલાકાત કરી હતી.

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ

ઇરાનના તહેરાન ખાતે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હસન રોવ્હાનીને મળવા માટે આવ્યા હતા સુપ્રિમ નેતા અયતોલ્લાહ અલી ખામેનેઇ.

સોલાર પેનલ ડમ્પિંગ કેસ

સોલાર પેનલ ડમ્પિંગ કેસ

સોલાર પેનટ ડમ્પિંગ કેસમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનારી સરિથા એસ નાયરને કોચીની કક્કનાદ જેલમાં લઇ જવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X