ક્યાંક માતમ તો ક્યાંક ખુશી, આજના ખાસ ન્યૂઝ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો ઉત્તરાખંડથી પરત ફરેલા શ્રદ્ધાળુઓને જોઇને સુરતમા સ્નેહીજનોમાં ખુશી છવાઇ હતી, તો પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસામાં પતિના મોતથી મહિલાના માથે દુઃખનું આભ ફાટી નીકળ્યું હતું. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

યુએસ સેક્રેટરી સાથે વિદેશ મંત્રી

યુએસ સેક્રેટરી સાથે વિદેશ મંત્રી

નવી દિલ્હીમાં રાજ્યકક્ષાના યુએસ સેક્રેટરી જ્હોન કેરી સાથે હસ્તધૂનૂન કરી રહેલા વિદેશમંત્રી સલમાન ખુર્શિદ.

રાહત સામગ્રીને લીલી ઝંડી

રાહત સામગ્રીને લીલી ઝંડી

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષિતની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડ પૂર પીડિતો માટેની રાહત સામગ્રીને લીલી ઝંડી આપવામાં આવી હતી.

પીડિતોને શ્રદ્ધાંજલિ

પીડિતોને શ્રદ્ધાંજલિ

હુબીલીની શાળામાં ઉત્તર ભારતમાં આવેલા વિનાશક પૂરના પીડિતોને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક મીનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

પીએમના આગમન પહેલા પેટ્રોલિંગ

પીએમના આગમન પહેલા પેટ્રોલિંગ

શ્રીનગરમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહની મુલાકાત પૂર્વે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મીઓ.

મહિલાને બચાવાઇ

મહિલાને બચાવાઇ

ઉત્તરાખંડના લામ્બગાર નજીક અલકનંદા નદી પાસે રોપવે થકી મહિલાને બચાવી રહેલા આઇટીબીપીના કર્મીઓ.

અમ્બુબાચી ફેસ્ટિવલ

અમ્બુબાચી ફેસ્ટિવલ

અગરતાલાના લક્ષ્મીનારાયણ મંદિર પાસે એમ્બુબાચી ફેસ્ટિવલમાં પરફોર્મ કરી રહેલી મહિલાઓ.

શ્રીનગરમાં સેનાના કાફલા પર હુમલો

શ્રીનગરમાં સેનાના કાફલા પર હુમલો

શ્રીનગરના હૈદરપોરામાં સેનાના કાફલા પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ સૈનિકોએ પોતાની પોઝીશન લીધી હતી.

વરસાદથી બચવા પ્લાસ્ટિકનો સહારો

વરસાદથી બચવા પ્લાસ્ટિકનો સહારો

અલ્હાબાદમાં એક વ્યક્તિ વરસાદથી બચવા માટે પ્લાસ્ટિકનો સહારો લઇ રહ્યો હતો.

યુએસ સેક્રેટરી સાથે મનમોહન સિંહ

યુએસ સેક્રેટરી સાથે મનમોહન સિંહ

નવી દિલ્હીમાં રાજ્યકક્ષાના યુએસ સેક્રેટરી જ્હોન કેરી સાથે બેઠક કરી રહેલા ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ.

પોતાના પરત આવ્યાની ખુશી

પોતાના પરત આવ્યાની ખુશી

ગુજરાતના સુરત શહેરે પોતાના સ્નેહીજનો કે જે કેદારનાથમાં આવેલા વિનાશક પૂરમાં ફસાયા હતા તે પરત ફર્યા તેને જોઇને સુરત એરપોર્ટ પર ખુશીનો માહોલ છવાયો હતો.

પતિના મોતથી મહિલા પર ફાટ્યું દુઃખોનું આભ

પતિના મોતથી મહિલા પર ફાટ્યું દુઃખોનું આભ

પશ્ચિમ બંગાળના બિર્ભુમ જિલ્લાના પાકુર્હાસ ગામે થયેલી હિંસામાં પોતાના પતિના મોતના સમાચાર મળ્યા બાદ સંબંધીઓ સાથે આક્રંદ કરી રહેલી મહિલાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X