For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંદરાએ ખેંચી સેલ્ફી, માલિકીના હક માટે ફોટોગ્રાફર અને વિકીપીડિયા આમને-સામને

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓગષ્ટ: આજકાલ સેલ્ફી લેવું સામાન્ય ગણવામાં આવે છે. હવે ફક્ત તમે-અમે અને મોટા સ્ટાર જ નહી પરંતુ જાનવર પણ સેલ્ફી લેવા લાગ્યા છે. એનું પરિણામ છે કે એક વાંદરાની સેલ્ફીના લીધે વિવાદ થઇ ગયો છે.

આ વાંદરા વિવાદ એટલા માટે થયો કે કારણ કે ત્રણ વર્ષ પહેલાં લેવામાં આવેલી આ સેલ્ફી વિકીપીડિયા અને જે કેમેરા વડે સેલ્ફી લેવામાં આવી હતી તેનો માલિક ફોટોગ્રાફર બંને પોત પોતાનો માલિકાના હક ગણાવી રહ્યાં છે.

ફોટોગ્રાફર ડેવિડ સ્લેટરનો દાવો છે કે આ ફોટો તેમના કેમરા વડે લેવામાં આવ્યો છે અને વિકેપીડિયા તેને પોતાના પેજ પરથી હટાવી દે. જ્યારે વિકીપીડિયાએ આ સેલ્ફીને એમ કહેતાં દૂર કરવાની મનાઇ કરી દિધી છે કે કારણ કે આ ફોટો વાંદરાએ ખેંચ્યો છે.

monkey

વિકીપીડિયાના અનુસાર આ ફોટાના કોપીરાઇટ તે વાંદરા પાસે છે ના કે તે ફોટોગ્રાફરની પાસે. વિકેપીડિયાએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે, ' આ ફોટાને પબ્લિક ડોમેનમાં એટલા માટે રાખવામાં આવ્યા છે કે તેને માણસે ખેંચ્યો નથી અને એટલા માટે કોઇ કોપીરાઇટ પણ બનતો નથી.

ફોટોગ્રાફરનું કહેવું છે કે જ્યારે તે 2011 જ્યારે તે કાળા મકૈક વાંદરાઓના ફોટા પાડી રહ્યાં હતા ત્યારેતેમાંથી એક વાંદરાએ તેમનો કેમરો ખેંચે લીધો અને તેને સતત ઘણી બધી ક્લિક કરી દિધી. તેમાંથી એક સેલ્ફી પણ છે.

ફોટોગ્રાફરે વિકીપીડિયાનું સ્વામિત્વ રાખવાનર વિકીમીડિયા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની યોજના બનાવી લીધી છે. વિકીપીડિયા પર તે 30,000 ડોલર (18.38 લાખ રૂપિયા) સુધી દંડ લગાવવાનો કેસ કરી શકે છે.

English summary
Monkey in the wilds of Indonesia snaps a selfie with stolen camera and sets off legal battle between nature photographer and Wikipedia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X