મહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી
મહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી
મુંબઇઃ દક્ષિણ-પશ્ચિમ મૉનસૂને રવિવારે મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, જે બાદ રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે, આજે મુંબઇમાં ભારે વરસાદ થવાની આશંકા છે, માયાનગરીની આજુબાજુના વિસ્તારોમાં પાછલા 24 કલાકથી થઇ રહેલા વરસાદને જોતા બપોરે 1 વાગ્યા સુધી અહીં મહત્તમ વરસાદ થવાની સંભાવના જતાવવામાં વી રહી છે, જ્યારે ઠાણે અને પશ્ચિમ મુંબઇમાં મધ્યમ વરસાદ થવાના અણસાર છે માટે હવામાન વિભાગે ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

મુંબઇ, ઠાણે, પાલઘર, રાયગઢમાં મુશળધાર વરસાદની ચેતવણી
મુંબઇ ઉપરાંત આજે પાલઘર, ઠાણે, રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગરી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થવાની પૂરી આશંકા છે, વરસાદનો સિલસિલો ચાર-પાંચ દિવસ સુધી આવી રીતે જ ચાલુ રહેશે. જ્યારે નક્કી કરેલી સીમાથી એક દિવસ પહેલા મૉનસૂન એમપી પહોંચી ગયું છે, જે બાદ આજે કેટલાય જિલ્લામાં ભારે વરસાદના અણસાર છે, આઇએમડીએ શહડોલ, જબલપુર, હોશંગાબાદ અને ઇન્દોર સંભાગમાં વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

કેટલાય રાજ્યોમાં ચોમાસું વહેલું પહોંચ્યું
હવામાન વિભાગના વૈજ્ઞાનિક આર કે જેનામનીએ જણાવ્યું કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોને ચોમાસાએ કવર કર્યા છે અને તેની સ્પીડ યોગ્ય છે, જે બાદ નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં હાલ હીટ વેવના કારણે 42-44 ડિગ્રી તાપમાન છે.

સારો વરસાદ થવાની આશંકા
દક્ષિણ રાજસ્થાનમાં આગલા 2-3 દિવસમાં વરસાદ થઇ શકે છે, દિલ્હીમાં આંધી તોફાન રહેશે અને તાપમાન 39-41 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે 18 જૂનની આસપાસ દિલ્હીમાં મૉનસૂન દસ્તક આપશે જેનાથી સારો વરસાદ થવાની આશંકા છે.

આગલા 24 કલાકમાં અહીં ભારે વરસાદ થશે
હવામાન વિભાગ મુજબ આગલા 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઓરિસ્સાના કેટલાક ભાગો, છત્તીસગઢ, દક્ષિણ-પૂર્વી મધ્ય પ્રદેશ, તટીય કર્ણાટક, કોંકણ ગોવા અને ગુજરાતમાં વરસાદ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
