ભારતમાં ચોમાસુ સમયસર આવશે : 48 કલાકમાં કેરળ પહોંચશે
નવી દિલ્હી, 4 જૂન : આ વર્ષે ભારતમાં ચોમાસુ સમરસર આવી પહોંચશે. આશા દર્શાવવામાં આવી રહી છે કે આવનારા 48 કલાકમાં ચોમાસુ કેરળ પહોંચી જશે. આ માહિતી દેશના હવામાન વિભાગે આપી છે. આ માહિતી આપવાની સાથે હવામાન વિભાગે ખુશી દર્શાવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસુ આગામી 48 કલાકમાં કેરળ પહોંચવાની શક્યતા છે. આ માટે દક્ષિણ અરબ સાગર, માલજીવ-કોમોરિનના કેટલાક વિસ્તારો, તમિલનાડુના કેટલાક ભાગો અને બંગાળની ખાડી સહિતના વિસ્તારોમાં ચોમાસાને આગળ વધવાની અનુકૂળતા હોવાનું કહેવામાં આવ્યું છે.

બધું જ સમયસર રહ્યું તો આ વર્ષે ચોમાસુ સારું જવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આવનારા 72 કલાકમાં પૂર્વોત્તર રાજ્યોના કેટલાક હિસ્સાઓમાં વરસાદ પહોંચી જશે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધવા માટે અનુકૂળ છે. મોસમ વિભાગ અનુસાર કેરળમાં 5 જૂન સુધીમાં ચોમાસુ પહોંચી શકે છે.
આ ઉપરાંત વરસાદ ઓડિશા, અસમ, કોંકણ અને ગોવા જેવા કિનારાવાળા વિસ્તારોમાં, કર્ણાટકમાં અને દક્ષિણ કેરળમાં ગડગડાટ સાથે છાંટા પડી શકે છે. સામાન્ય અને સામાન્યથી વધારે ચાર વર્ષ બાદ ભારતમાં આ વર્ષે ચોમાસુ ઓછું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. એક અનુમાન અનુસાર આ વર્ષે દેશમાં 95 ટકા વરસાદ પડશે. જેના પરિણામે ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓ જણાવે છે કે અલનીનોની શક્યતાને કારણે પણ ચોમાસુ નબળું રહેવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
