ઉત્તર-મધ્ય ભારતમાં ચોમાસા માટે ખરાબ સમાચાર, અમેરિકી એજન્સીનો દાવો
ઉત્તર મધ્ય ભારતમાં આ વર્ષે ચોમાસામાં સતત ઘટાડો થશે એટલે કે ચોમાસાનો વરસાદ ધીમે ધીમે ઓછો થઈ જશે.
ઉત્તર મધ્ય ભારતમાં આ વર્ષે ચોમાસામાં સતત ઘટાડો થશે એટલે કે ચોમાસાનો વરસાદ ધીમે ધીમે ઓછો થઈ જશે. જેનાથી ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદમાં ઘણો ઘટાડો થશે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. અમેરિકન સાયન્ટિફિક એજન્સી, રાષ્ટ્રીય મહાસાગરીય તેમજ વાયુમંડળીય પ્રશાસન(એનઓએએ)નો આ અભ્યાસ શુક્રવારે પ્રકાશિત થયો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે આ વર્ષ દક્ષિણ એશિયાઈ ચોમાસા ક્ષેત્રમાં ચોમાસા ઓછા દબાણ તંત્ર(એમએસપીએસ)થી ઘણુ ઘટવાનુ અનુમાન છે. જેનાથી ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદ ઘટશે.

વરસાદમાં થશે ઘટાડો
અભ્યાસમાં ઉત્તર મધ્ય ભારતમાં વરસાદમાં ઘટાડાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. આમાં કહેવામાં આવ્યુ છે કે આ પ્રભાવના એક નિશ્ચિત સીમાને માનીએ તો ચોમાસુ ઓછા દબાણની પ્રણાલીઓમાં અનુમાનિત ઘટાડાથી ઉત્તર મધ્ય ભારતમાં થતા વરસાદમાં ઘણો ઘટાડો આવશે. રાષ્ટ્રીય મહાસાગરીય તેમજ વાયુમંડળીય પ્રશાસન (એનઓએએ) કહ્યુ છે કે એમએલપીએસ ભારતીય ઉપમહાદ્વીપમાં વરસાદનુ એક કારક છે અને આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પછી ભલે તે પ્રાકૃતિક હોય કે માનવનિર્મિત તેના દૂરગામી પ્રભાવ હોય છે. અભ્યાસમાં ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના ઘટાડાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે.

થશે ઘણા પ્રકારના પ્રભાવ
ચોમાસાનુ દબાણ તંત્ર એટલે કે એમએલપીએસ ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રાથમિક વર્ષા ઉત્પાદક સિનૉપ્ટિક-સ્કેલ સિસ્ટમ છે અને તે કૃષિ આધારિત ઉત્તર મધ્ય ભારતમાં થતા વાર્ષિક વરસાદના અડધાથી વધુ માટે જવાબદાર છે. એમએલપીએસમાં કોઈ પણ પ્રકારના ફેરફારના સામાજિક અને આર્થિક પ્રભાવ પણ થાય છે.

દેશના ઘણા ભાગોમાં વરસાદ
અત્યારે દેશના મોટાભાગના હિસ્સાઓમાં વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ભારત ઉપરાંત પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં ચોમાસુ સક્રિય છે. દેશના ઘણા ભાગો પૂરની ચપેટમાં છે. અસમમાં પૂરના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. લગભગ આખુ રાજ્ય પૂરથી પ્રભાવિત છે. વળી, બિહારમાં નદીઓ ભરતીમાં છે અને પૂરથી 5 લાખથી વધુ લોકોના જીવન બેહાલ થઈ ગયા છે. રાજ્યના 12થી વધુ જિલ્લા નાજુક સ્થિતિમાં છે.












Click it and Unblock the Notifications
