Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યમાં વરસાદી માહોલ, આગામી 48 કલાકમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી!

ગુજરાતમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ સાથે ગુજરાતના 207 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ સાથે ગુજરાતના 207 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે.

24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ

24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ 173 મિમી વરસાદ જૂનાગઢના માંગરોળ તાલુકામાં નોંધાયો છે. કચ્છના અંજારમાં 166 મિમી, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 163 મિમી, જૂનાગઢના માળિયામાં 163 મિમી વરસાદ, તાલાલામાં 163 મિમી અને દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 158 મિમી વરસાદ નોંધાયો છે. તાલુકાઓની વાત કરીએ તો, 12 તાલુકામાં 4 ઇંચથી વધારે, 41 તાલુકામાં 2 ઇંચથી વધારે અને 69 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ઝોન મુજબ વરસાદની સ્થિતી

રાજ્યમાં ઝોન મુજબ વરસાદની સ્થિતી

રાજ્યમાં ઝોન પ્રમાણેે વરસાદની વાત કરીએ તો કચ્છમાં સરેરાશ 199 મિમી સાથે કુલ 44.99 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 271 મિમી વરસાદ સાથે સિઝનનો કુલ 37.78 ટકા નોંધાયો છે.પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 351 મિમી વરસાદ સાથે સિઝનનો કુલ 43.47 ટકા વરસાદ નોંધાયો છે

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

રાજ્યમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની વરસાદી માહોલ સર્જાયો છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જિલ્લાઓની વાત કરીએ તો આજે વલસાડ, દમણ દાદરા નગર હવેલી, પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વીજળી સાથે 3 0થી 40 કિમી ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે.

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

3 સપ્ટેમ્બરે જામનગર મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X