For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોમાસુ મોડુ, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના, ઉત્તર ભારતમાં ‘લૂ' ના કારણે એલર્ટ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ નહિ હોવાના કારણે આ વર્ષે પણ ચોમાસુ આગળ વધવામાં મોડુ થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ નહિ હોવાના કારણે આ વર્ષે પણ ચોમાસુ આગળ વધવામાં મોડુ થઈ રહ્યુ છે. ચોમાસુ 18 મેના રોજ અંદમાન તેમજ નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયુ હતુ પરંતુ અહીં હજુ સમગ્ર ક્ષેત્રમાં પહોંચી શક્યુ નથી આ કારણે તે કેરળ કિનારે પાંચ દિવસ મોડુ એટલે કે 6 જૂનના રોજ કેરળ પહોંચશે.

આ પણ વાંચોઃ પીએમ મોદીને ખરાબ નજર ના લાગે એ માટે અહીં કરવામાં આવી વિશેષ પૂજાઆ પણ વાંચોઃ પીએમ મોદીને ખરાબ નજર ના લાગે એ માટે અહીં કરવામાં આવી વિશેષ પૂજા

કેરળના તટ પર પાંચ દિવસ મોડુ પહોંચશે ચોમાસુ

કેરળના તટ પર પાંચ દિવસ મોડુ પહોંચશે ચોમાસુ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અધિક મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ કે અરબ સાગરમાં પરિસ્થિતિઓ અનુકૂળ ન હોવાના કારણે ચોમાસુ આગળ વધવાની ગતિ ધીમી છે જો કે તેમણે કહ્યુ કે બુધવાર-ગુરુવાર સુધી અનુકૂળ થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ આ વર્ષે પાંચ દિવસ લેટ થઈ 6 જૂન સુધી કેરળના તટ પર પહોંચવાની સંભાવના છે.

આજે અહીં આવી શકે છે વરસાદ

આજે અહીં આવી શકે છે વરસાદ

હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં કહ્યુ કે બુધવારે અને ગુરુવારે અસમ, મેઘાલય અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં સારો વરસાદ થઈ શકે છે. જો કે અમુક સ્થળો પર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, 26-28મે વચ્ચે કર્ણાટકા દક્ષિણી આંતરિક ભાગો અને મંગળવાર-બુધવારે તમિલનાડુ તેમજ પુડુચેરીના અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

ઝડપી પવનો ફૂંકાશે

ઝડપી પવનો ફૂંકાશે

આજે તમિલનાડુ, કેરળ અને આંતરિક કર્ણાટકમાં ઝડપી પવનો ફૂંકાશે. અહીં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે હશે. આ ઉપરાંત તેલંગાનામાં પણ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે પવન ફૂંકાશે.

ગરમી ચરમ સીમાએ

ગરમી ચરમ સીમાએ

ઉત્તર ભારતમાં ગરમી ચરમ સીમાએ છે, સૂર્યના વધતા તાપના કારણે પારો એક વાર ફરીથઈ 40-45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ભીષણ ગરમીના કારણે જનજીવન બેહાલ થવા લાગ્યુ છે. દિવસની ગરમીથી હવે રાતે પણ રાહત મળી શકતી નથી. રાતે પણ તાપમાન સામાન્યથી વધવા લાગ્યુ છે. વિભાગની માનીએ તો પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તેલંગાના, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ મરાઠવાડા, છત્તીસગઢ અને ઓડિશામાં આજે લૂના કારણે લોકો બેહાલ રહેશે. એટલુ જ નહિ આગલા 4-5 દિવસ સુધી તેલંગાના, પૂર્વી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં લૂમાં વધારો થવાના અણસાર છે.

English summary
monsoon late, heavy rain in karnataka, very hot in north india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X