મલ્લિકાર્જૂન ખડગેનો આરોપ, લોકસભામાં થઈ રહી છે વિપક્ષી સાંસદોની જાસૂસી

સંસદના મોન્સુન સત્રના ચોથા દિવસે દિવસે સોમવારે કોંગ્રેસ પક્ષવા વરિષ્ઠ નેતા અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભામાં વિપક્ષી પક્ષના સાંસદોની જાસૂસીનો આરોપ લગાવ્યો છે.

સંસદના મોન્સુન સત્રના ચોથા દિવસે દિવસે સોમવારે કોંગ્રેસ પક્ષવા વરિષ્ઠ નેતા અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભામાં વિપક્ષી પક્ષના સાંસદોની જાસૂસીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે લોકસભાની કાર્યવાહી દરમિયાન ઓફિસર્સ ગેલેરીમાં બેઠેલા એક અધિકારીએ વારંવાર ઉઠીને વિપક્ષી પક્ષના સભ્યોને જોઈ રહ્યા છે અને કંઈક નોટ્સ બનાવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી આ મુદ્દાને ઉઠાવ્યા બાદ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યુ કે તે આ મુદ્દાને જોશે.

પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસ સાંસદે ઉઠાવ્યો મુદ્દો

પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસ સાંસદે ઉઠાવ્યો મુદ્દો

સોમવારે પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ લોકસભા અધ્યક્ષનુ ધ્યાન આ તરફ આકર્ષિત કર્યુ. તેમણે આરોપ લગાવ્યો કે લોકસભામાં ચર્ચા દરમિયાન ઓફિસર્સ ગેલેરીમાં બેઠેલા એક અધિકારી ઉભા થઈને વિપક્ષી પાર્ટી તરફ જોઈ રહે છે. એટલુ જ નહિ આ દરમિયાન અધિકારી કંઈક નોટ્સ પણ બનાવે છે. ખડગેએ અધિકારીના નોટ્સ બનાવવા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે કોઈ પણ અધિકારી આ રીતે ઓફિસર્સ ગેલેરીમાં બેસીને નોટ્સ ના બનાવી શકે.

ઓફિસર્સ ગેલેરીમાં બેઠેલા એક અધિકારી પર ઉઠાવ્યા સવાલ

ઓફિસર્સ ગેલેરીમાં બેઠેલા એક અધિકારી પર ઉઠાવ્યા સવાલ

ઓફિસર્સ ગેલેરીમાં બેઠેલા એક અધિકારી પર ઉઠાવાયેલા એક સવાલ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ, "અમારા પર નજર રાખવામાં આવી રહી છે. કોણ છે એ? એ નોટ્સ કેમ તૈયાર કરી રહ્યો છે? એ સાંસદોની સંખ્યા ગણી રહ્યો છે. એટલુ જ નહિ ખડગેએ દાવો કર્યો કે જ્યારે તેમણે સંસદમાં અધિકારી સાથે જોડાયેલા આ મુદ્દાને ઉઠાવ્યો તે જ સમયે તે અધિકારી સંસદમાંથી બહાર જતો દેખાયો."

લોકસભા અધ્યક્ષે આપ્યો તપાસના આદેશનું આશ્વાસન

લોકસભા અધ્યક્ષે આપ્યો તપાસના આદેશનું આશ્વાસન

કોંગ્રેસ સાંસદ તરફથી આ મુદ્દાને ઉઠાવાયા બાદ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને તેમને આશ્વાસન આપ્યુ છે કે આ મુદ્દા તરફ ધ્યાન આપવામાં આવશે. તેમણે કહ્યુ કે ઓફિસર્સ ગેલેરી તરફ તે નથી જોઈ શકતા પરંતુ આ મુદ્દાને તેઓ જરૂરથી જોશે. આ મામલે સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જૂન મેઘવાલે કહ્યુ કે સંબંધિત અધિકારી તેમના મંત્રાલયથી સંબંધિત છે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ મામલે માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે લોકસભાની કાર્યવાહી લાઈવ ટેલીકાસ્ટ થાય છે. સંસદમાં શું થઈ રહ્યુ છે કે બધા લોકો જોઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X