Live: પપ્પુ યાદવે મુજ્જફરપુર શેલ્ટર હોમમાં રેપનો મુદ્દો ઉઠાવ્યો

કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે થયેલી ચર્ચા અને તેના રદ થયા પછી સંસદની કાર્યવાહી સોમવારે ફરી શરુ થયી.

કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે થયેલી ચર્ચા અને તેના રદ થયા પછી સંસદની કાર્યવાહી સોમવારે ફરી શરુ થયી. અવિશ્વાસ પ્રસ્તાવને કારણે સંસદમાં થયેલા જોરદાર હંગામા પછી આગળ પણ આવા હાલત બનવાના એધાણ દેખાઈ રહ્યા છે. રાજસ્થાનના અલ્વરમાં ગૌ તસ્કરીની શંકામાં ભીડ ઘ્વારા કરવામાં આવેલી મુસ્લિમ યુવકની હત્યાનો મુદ્દો આજે સંસદમાં ઉઠી શકે છે. સંસદની બંને સદનની કાર્યવાહીની લાઈવ અપડેટ અહીં વાંચો...

monsoon session

Jul 23, 2018, 2:04 pm IST

બિહારના મધેપુર સાંસદ પપ્પુ યાદવે લોકસભામાં મુજ્જફરપુર શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે રેપનો મુદ્દો ઉઠાવ્યો, સીબીઆઈ જાંચ માટે માંગ કરી.
Jul 23, 2018, 1:01 pm IST

અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પ્રધાનમંત્રી ઘ્વારા અમારા કોઈ પણ સવાલનો જવાબ આપવામાં આવ્યો નહીં. અમારા માટે કઈ પણ બદલાયું નથી, વિરોધ પ્રદર્શન સિવાય અમારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી: જયદેવ ગલ્લા, ટીડીપી સાંસદ
Jul 23, 2018, 11:45 am IST

કોંગ્રેસ સાંસદ આનંદ શર્મા ઘ્વારા જાંચ એજેન્સીઓ વિશે આપવામાં આવેલા નિવેદન પર હંગામો. રાજ્યસભાની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત.
Jul 23, 2018, 11:43 am IST

કેન્દ્રીય જાંચ એજેન્સીઓની ભૂમિકા સંવિધાન હેઠળ કામ કરવાની છે, સરકારના રાજનૈતિક હિત માટે કામ કરવાનું નહીં: આનંદ શર્મા, કોંગ્રેસ સાંસદ
Jul 23, 2018, 11:40 am IST

બેરોજગારી મુદ્દાને લઈને સંસદ ભવન સામે પંજાબ કોંગ્રેસ સાંસદો ઘ્વારા ચરખા સાથે વિરોધ પ્રદર્શન કર્યું.
Jul 23, 2018, 11:39 am IST

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ટીડીપી સાંસદો ઘ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
Jul 23, 2018, 11:37 am IST

સરકાર અલ્વર જેવી ઘટનાઓને દેશમાં બળ આપી રહી છે. સરકાર નથી ઇચ્છતી કે દેશમાં હાલત સુધરે, અમે સંસદમાં આ મુદ્દો ઉઠાવીશું: મલ્લીકાજુન ખડગે, કોંગ્રેસ સાંસદ
Jul 23, 2018, 11:36 am IST

ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ડીલ અંગે અમારી રક્ષામંત્રી પહેલા પણ સ્પષ્ટ રીતે નિવેદન આપી ચુકી છે: અનંત કુમાર, સંસદીય કાર્ય મંત્રી
Jul 23, 2018, 11:34 am IST

સીપીઆઇ સંસદ ડી રાજાએ રાજસ્થાન અલ્વરમાં મોબ લિંચિંગ ઘટનાને લઈને રાજ્યસભામાં કાર્ય સ્થગિત નોટિસ આપ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X