મોન્સુન અપડેટઃ ઓડિશામાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશામાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. લેટેસ્ટ વેધર બુલેટિનમાં જણાવ્યા મુજબ વિદર્ભ, છત્તીસગઢ અને તેલંગાનામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશામાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. લેટેસ્ટ વેધર બુલેટિનમાં જણાવ્યા મુજબ વિદર્ભ, છત્તીસગઢ અને તેલંગાનામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તરાખંડ, હરિયાણા, છત્તીસગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ગંગેટીક પશ્ચિમ બંગાળ, કોંકણ અને ગોવા આંધ્રપ્રદેશ દરિયાકાંઠે ભારે વરસાદ, હિમાચલપ્રદેશ, પંજાબ, પૂર્વ ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક દરિયાકાંઠે અને અંતરિયાળ, તમિલનાડુ અને કેરળના ઘાટ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.

પશ્ચિમ બંગાળ ઓડિશા દરિયાકાંઠે પવનની ઝડપ 35-45 કિમી પ્રતિ કલાકથી વધીને 55 કિમી પ્રતિ કલાક થવાની સંભાવના છે. માછીમારોને આ વિસ્તારમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ અને ઓડિશા દરિયાકાંઠાના આસપાસના લો પ્રેશર ચાલુ છે. વળી, તેની સાથેનું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ દરિયાની સપાટીથી 7.6 કિમી સુધી તેની ઉંચાઈથી દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યુ છે. આવતા 48 કલાકમાં તે ડિપ્રેશનમાં તબદીલ થવાની સંભાવના છે.

ચોમાસુ હાલમાં તેની સામાન્ય પરિસ્થિતિમાં છે અને તે દરિયાની સપાટીથી 2.1 કિમી સુધી આગળ વિસ્તરી શકે છે. ઉપરની સિસ્ટમ અંતર્ગત પશ્ચિમ કાંઠે, પૂર્વ, મધ્ય અને ઉત્તરપશ્ચિમ ભારતમાં આવતા 3-4 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. અરબ સાગર, અંદમાન દરિયો, પશ્ચિમ બંગાળ અને ઓડિશા દરિયાકાંઠે દરિયાની સ્થિતિ આવતા 3 દિવસોમાં વધુ રફ થવાની સંભાવના છે. માછીમારોને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
