મોન્સુન અપડેટઃ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદ
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઓડિશાના બીજા વધુ ભાગો, ગંગેટીક પશ્ચિમ બંગાળ, સમગ્ર અરુણાચલ પ્રદેશ, આસામના બીજા વધુ ભાગો તેમજ મેઘાલય અને સિક્કિમમાં પહોંચ્યુ છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઓડિશાના બીજા વધુ ભાગો, ગંગેટીક પશ્ચિમ બંગાળ, સમગ્ર અરુણાચલ પ્રદેશ, આસામના બીજા વધુ ભાગો તેમજ મેઘાલય અને સિક્કિમમાં પહોંચ્યુ છે. આવતા 24 કલાકમાં મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ચોમાસાની સ્થિતિ વધુ પ્રબળ બનવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગના સમાચારમાં જણાવવામાં આવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઓડિશાના બીજા વધુ ભાગો અને ગંગેટીક પશ્ચિમ બંગાળ, ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના બીજા વધુ ભાગો, સમગ્ર અરુણાચલ પ્રદેશ અને આસામના મોટાભાગમાં, મેઘાલય અને સિક્કિમમાં વધુ આગળ વધી શકે છે. નોર્ધન લિમિટ ઑફ મોન્સુન (એનએલએમ) થાણે (મુંબઈ સહિત), અહેમદનગર, બુલધાના, અમરાવતી, ગોંડિયા, તિતલાગઢ, કટક, મિદનાપોર, ગોલપરા અને બઘોદરામાંથી પસાર થઈ રહ્યુ છે. ચોમાસાનો ફ્લો ધીમો પડી જતાં આવતા એક સપ્તાહ સુધી વરસાદ આગળ વધવાની સંભાવના નથી.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસામાં વરસાદની વહેંચણી તટીય અને દક્ષિણ અંતરિયાળ કર્ણાટકના દૂરના ભાગો, કેરળ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 'ભારેથી અતિ ભારે' વરસાદ તેમજ અરુણાચલ પ્રદેશના દૂરના ભાગો, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, દક્ષિણ કોંકણ અને ગોવામાં 'ભારે વરસાદ' થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગે બિહાર, ઝારખંડ અને ઓડિશાના દૂરના ભાગોમાં પવન અને વીજળી સાથે વાવાઝોડાની આગાહી કરી છે.

તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ છે કે દરિયાની સ્થિતિ ગોવા, કર્ણાટક, કેરળ દરિયાકિનારે, તમિલનાડુ દરિયાકિનારે, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ દરિયાકિનારે, દક્ષિણપશ્ચિમ અરબ સાગર સોમાલિયા દરિયાકિનારે અને પશ્ચિમ મધ્ય અરબ સાગર ઓમાન દરિયાકિનારે પરિસ્થિતિ ખરાબથી અતિ ખરાબ થઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ચોમાસાએ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપૂર્વને ઘમરોળ્યુ છે અને હવે તે મહારાષ્ટ્રથી આગળ વધશે.












Click it and Unblock the Notifications
