Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોન્સુન અપડેટઃ તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની સંભાવના

નબળા ચોમાસાને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હાલમાં સ્થિર છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 67 કલાક દરમિયાન વધુ આગળ વધવાની સંભાવના નથી.

નબળા ચોમાસાને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હાલમાં સ્થિર છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સુન (એનએલએમ) થાણે(મુંબઈ સહિત, અહેમદનગર, બુલધાના, ગોંડિયા, તિતલાગઢ, કટક, મિદનાપોર, ગોલપરા અને બાઘદોગરા પરથી પસાર થવાનું યથાવત છે. મોન્સુન કરન્ટ નબળો પડતા એનએલએમ વધુ આગળ વધવાની સંભાવના નથી.

monsoon

હવામાન વિભાગના સમાચારમાં સોમવારે આગાહી કરવામાં આવી છે કે નોર્ધન લિમિટ ઓફ મોન્સુન (એનએલએમ) થાણે(મુંબઈ સહિત), અહેમદનગર, બુલધાના, અમરાવતી, ગોંડુયા, તિતલાગઢ, કટક, મિદનાપોર, ગોલપરા અને બાઘદોગરામાં પસાર થવાનું યથાવત છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 67 કલાક દરમિયાન વધુ આગળ વધવાની સંભાવના નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસાની વહેંચણી તમિલનાડુ, કેરળ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, કોંકણ અને ગોવા તેમજ સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના દૂરના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉતરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ, તેલંગાના અને રાયલસીમામાં પવન અને વીજળી સાથે વાવાઝોડુ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તેમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે કોસ્ટલ આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં તેમજ બિહાર, ઓડિશા અને ઝારખંડના એક કે બે ભાગોમાં હિટ વેવની પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X