મોન્સુન અપડેટઃ કોસ્ટલ કર્ણાટક, કોંકણ-ગોવા, મુંબઈમાં ભારે વરસાદની સંભાવના

કોસ્ટલ કર્ણાટક અને કોંકણ-ગોવામાં આજે ભારે વરસાદ આવવાની સંભાવના છે. જ્યારે મુંબઈમાં 9 જૂનથી ભારેથી અતિ ભારે વરસાદ અંગેની ચેતવણી પહેલેથી જ જારી કરી દેવામાં આવી છે તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે.

કોસ્ટલ કર્ણાટક અને કોંકણ-ગોવામાં આજે ભારે વરસાદ આવવાની સંભાવના છે. જ્યારે મુંબઈમાં 9 જૂનથી ભારેથી અતિ ભારે વરસાદ અંગેની ચેતવણી પહેલેથી જ જારી કરી દેવામાં આવી છે તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં ભારતીય હવામાન વિભાગના એક અધિકારીએ આપેલા અહેવાલ મુજબ પૂના જિલ્લાના અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ આવી શકે છે. તેમણે એમ પણ ઉમેર્યુ કે કોસ્ટલ કર્ણાટક, કોંકણ-ગોવા તેમજ મુંબઈમાં પૂર આવવાની પણ સંભાવના છે.

rain

હવામાન વિભાગના સમાચાર મુજબ દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ ભાગો, રાયલસીમાના મોભાગના વિસ્તારો, દક્ષિણ કોસ્ટલ આંધ્રપ્રદેશ અને મધ્ય બંગાળની ખાડીના પશ્ચિમ ભાગ, પૂર્વ કેન્દ્રીય બંગાળની ખાડીના બાકીના ભાગો અને ઉત્તરપશ્ચિમના બીજા વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધ્યુ છે.

weather

હવામાન વિભાગના સમાચારમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે, "મધ્ય અરબ સાગરના વધુ ભાગો, દક્ષિણ કોંકણ અને ગોવાના અમુક ભાગો, કર્ણાટક અને રાયલસીમાના બપાકીના ભાગો, તેલંગાનાના અમુક ભાગો, કોસ્ટલ આંધ્રપ્રદેશના વધુ ભાગો અને પશ્ચિમ કેન્દ્રીય બંગાળની ખાડીમાં આવતા 24 કલાકમાં ચોમાસુ આગળ વધવાની પરિસ્થિતિ સર્જાઈ છે તેમ 6 જૂન (7.00pm) હવામાન સમાચારમાં જણાવવામાં આવ્યુ છે.

weather

તેમાં વધુ ઉમેર્યુ છે કે આવતા 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રના બીજા વધુ ભાગો, તેલંગાના અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં ચોમાસુ આગળ વધવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આગાહી મુજબ રત્નગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ગુરુવારે અને 8 જૂના અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના રાહત અને બચાવ સેલને કોંકણ ક્ષેત્રમાં હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યુ છે. રાહત અને બચાવ કાર્ય સેલે જિલ્લા પ્રશાસને કોઈ પણ ઈમરજન્સી સેવા માટે હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યુ છે તેમ સરકારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે. તેમાં વધુ ઉમેરવામાં આવ્યુ છે કે મંત્રાલયના કંટ્રોલ રૂમ, ડિવિઝનલ કમિશ્નરની ઓફિસ, જિલ્લી કલેક્ટરની ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ અને તહેસિલદારની ઓફિસને રાઉન્ડ ધ કલોક રહેવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

weather

મુંબઈલા લોકો 1916 અને મુંબઈના બહારના લોકો 1077 ડાયલ ઈમરજન્સીના કેસમાં ડાયલ કરીને મદદ મેળવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાની વહેંચણી મુજબ મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ પડશે પરંતુ દક્ષિણ પેનીન્સુલા-કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. સમગ્ર દેશમાં જુલાઈમાં માસિક વરસાદ લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 101% અને ઓગસ્ટમાં એલપીએના 94% -વધતી ઓછી 9% આદર્શ ભૂલ સાથે પડી શકે છે.

લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% - 96% વચ્ચેનો કોઈપણ વરસાદ 'સામાન્યથી ઓછો' ગણાય જ્યારે લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 96% - 104% વચ્ચેનો કોઈપણ વરસાદ 'સામાન્ય' ગણાય. વળી, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% થી ઓછો થાય તો તે વરસાદ 'ખામીયુક્ત' ગણાય અને જો વરસાદ લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 104%-110% હોય તો તે 'સામાન્યથી વધુ' ગણાય. લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 110% થી વધુ વરસાદ 'વધારે વરસાદ' ગણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X