Monsoon Update : બિપોરજોયના જોખમમાંથી મુક્ત થયું ચોમાસું, જાણો ક્યારે આવશે વરસાદ?
Monsoon Update : દક્ષિણ પશ્ચિમ મોન્સુન 88 જૂનના રોજ કેરળ પહોંચ્યું હતું, પરંતુ અત્યાર સુધી લોકોની આશા પર નઠારું નિવડ્યું હતું. કારણ કે, ચોમાસા પર ચક્રવાતી વાવાઝોડું બિપોરજોયની અસર જોવા મળી રહી છે. જે કારણે ચોમાસાએ જોઇએ તેવી ગતિ પકડી શકી નથી, જે પકડવી જોઇતી હતી.
હાલમાં હવામાન વિભાગે આ અંગે એક નવું અપડેટ જાહેર કર્યું છે. જે મુજબ 18 જૂનથી ચોમાસું ફરી એકવાર વેગ પકડશે અને દક્ષિણ ભાગોમાં ઝડપથી આગળ વધશે.

આ અંગે માહિતી આપતા IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાતે ચોમાસાના પરિભ્રમણથી પોતાને અલગ કરી લીધા છે, જે બાદ હવે ચોમાસા પર તેની કોઈ અસર નહીં થાય અને તેથી જ હવે ચોમાસું સામાન્ય ગતિએ આગળ વધશે. ભારે વરસાદ પડશે.
જ્યાં સુધી ચક્રવાતનો સવાલ છે, તે 17 જૂનના રોજ નબળું પડી જશે અને શુક્રવારના રોજ જ ભારતના વિસ્તારને પાર કરી જશે, તેથી તેની અસર શનિવારના રોજ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે, જે બાદ દેશમાં ચોમાસાનો વરસાદ જોવા મળશે.
મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, 18 અને 21 જૂનની વચ્ચે, ચોમાસું દક્ષિણ ઝોન અને પૂર્વ ભારતમાં સક્રિય રહેશે અને આ દરમિયાન તે ભારે વરસાદ પડશે અને તે પછી તે ઉત્તર તરફ આગળ વધશે અને સામાન્ય ગતિએ આગળ વધશે. તેથી હવે તેની ચિંતા કરવાની જરૂર નથી. જોકે, આ વખતે વરસાદનો ક્વોટા હજૂ પણ સરેરાશ કરતા ઓછો છે.
IMD એ ફરી પુનરોચ્ચાર કર્યો છે કે, ચોમાસું ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં 25 જૂનના રોજ પહોંચશે, જ્યારે તે 30 જૂનના રોજ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં પ્રવેશ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા હવામાનની માહિતી આપતી ખાનગી કંપની સ્કાયમેટે જણાવ્યું હતું કે, આગામી ચાર અઠવાડિયામાં ચોમાસાની ગતિ ઘણી ધીમી રહેવાની છે. જે બાદ ખેડૂતોની ચિંતા ઘણી વધી ગઈ છે, પરંતુ હવામાન વિભાગના આ અપડેટ બાદ ખેડૂતોને ચોક્કસ રાહત મળી હશે.
ચક્રવાતી તોફાન બિપોરજોયના કારણે ગુજરાત સહિત આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની અસર મુંબઈ, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં જોવા મળશે, તેથી આ રાજ્યોમાં એલર્ટ યથાવત છે, જ્યારે રાજસ્થાનમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
તો આજે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, યુપી, એમપીમાં હળવો વરસાદ અને હિમાચલ, કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અરુણાચલ, મિઝોરમ અને સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા કહ્યું છે.












Click it and Unblock the Notifications
