For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટ: પશ્ચિમ કિનારે ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

મોન્સુન 2018 એ સમગ્ર મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં દસ્તક દઈ દીધી છે. તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મોન્સુન 2018 એ સમગ્ર મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં દસ્તક દઈ દીધી છે. તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે આગાહી કરી છે કે નોર્થન લિમિટ ઓફ(એનએલએમ) થાણે(મુંબઈ) સહિત અહેમદનગર, પરભાની, યવતમાલ, બ્રહ્મપુરી, રાજનંદગાંવ, ભવાનીપટના, પુરી, અગરતલા, લુમડિંગ અને ઉત્તર લખીમપુરમાં ચાલુ રહેશે.

rain

તેમાં ઉમેરવામાં આવ્યુ છે કે વિદર્ભના અમુક ભાગો, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અમુક ભાગો, ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો તેમજ ઉત્તરપૂર્વીય રાજ્યોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસુ આવતા 48 કલાકમાં આગળ વધવા માટે પરિસ્થિતિ સર્જાઈ રહી છે. દક્ષિણપશ્ચિમ વરસાદ પશ્ચિમ બંગાળના અમુક વધુ ભાગો, ઓડિશા અને ઝારખંડ અને બિહારના અમુક ભાગોમાં પણ આવતા 48 કલાકમાં વરસાદ આવવા માટે પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

rain

ભારતીય હવામાન વિભાગના આગાહી મુજબ આ ચોમાસામાં વરસાદની વહેંચણી કર્ણાટકા અને દક્ષિણ કોંકણ અને ગોવામાં ભારેથી અતિ ભારે જ્યારે ઉત્તર કોંકણ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે તટીય કર્ણાટક, કોંકણ, ગોવા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને કેરળમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

rain

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વાવાઝોડા સાથે પવન ફૂંકાશે તેમજ વીજળી પડશે જ્યારે પશ્ચિમ રાજસ્થાનના એક કે બે ભાગમાં હીટ વેવ રહેશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ તેમજ ઉત્તર બંગાળની ખાડી પર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાન આવવાની સંભાવના છે. દરિયાની સ્થિતિ વધુ ખરાબ થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

English summary
monsoon updagte rain batters west coast fisherman advised
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X