For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ કર્ણાટક દરિયાકાંઠે, મહારાષ્ટ્રમાં 6-8 જુલાઈ વચ્ચે ભારે વરસાદ

સમગ્ર ભારતમાં ચોમાસુ સક્રિય થતા મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં વરસાદ વધુ તીવ્ર થવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

સમગ્ર ભારતમાં ચોમાસુ સક્રિય થતા મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં વરસાદ વધુ તીવ્ર થવાની સંભાવના છે. 6 અને 8 જુલાઈ દરમિયાન ચોમાસાનો વરસાદ મધ્ય ભારત, પશ્ચિમ બંગાળ, તેલંગાના અને આંધ્રપ્રદેશમાં પણ વધુ વરસાદની સંભાવના છે તેમ ભારતીય હવામાન વિભાગના સમાચારમાં જણાવવામાં આવ્યુ છે.

rain

સરેરાશ દરિયાની સપાટી પર મોન્સુન એક્સિસનો પશ્ચિમ ભાગ ગંગાનગર, હિસ્સાર, શાહજહાનપુર, ગોરખપુર અને હિમાલયની તળેટીના પૂર્વ ભાગમાં પડી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે 6 જુલાઈના આસપાસ વધવાની શક્યતા છે. ઉપરાંત પૂર્વીય ચોમાસુ હવે દક્ષિણ તરફ આગળ વધવાની સંભાવના છે તેમ આઈએમડીના સમાચારમાં ઉમેરવામાં આવ્યુ હતુ.

sat image

6 જુલાઈથી કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાના અને આંધ્રપ્રદેશમાં અને 8 જુલાઈથી મધ્ય ભારતમાં વરસાદમાં વધારો થવાની સંભાવના છે. મંગળવારે મુંબઈ અને તેના ઉપગનરોમાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં થોડા થોડા સમયના અંતરે વરસાદ પડતા ભારતીય હવામાન ખાતાએ બુધવારે મુંબઈ, થાણે અને રાયગઢ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

sat image

ભારતીય હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં મુંબઈમા ભારે વરસાદની આગાહી કરી છે. મંગળવારે પૂર્વીય ઉપગનરોમાં સૌથી વધુ કુર્લામાં સૌથી વધુ 358 મીમી વરસાદ 3 વાગ્યા સુધી, વિકલોલીમાં (192 મીમી) અને એન વોર્ડ (184 મીમી) થયો હતો. શહેરના વિસ્તારોમાં એફ નોર્થ વોર્ડ 176 મીમી વરસાદની આશા હતી જે અનુક્રમે 174 મીમી અને 172 મીમી ધારાવી અને વડાલામાં પડ્યો હતો. ઉત્તર હરિયાણા, ચંદીગઢ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ અને ગોવા, રાયલસીમાં તમિલનાડુ લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં પણ આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની અપેક્ષા છે.

English summary
monsoon update rains intensify over coastal karnataka maharashtra between july 6-8
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X