For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ ગુજરાતમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના

પ્રી-મોન્સુન એક્ટિવિટી 26 જૂનથી ઉત્તર પશ્ચિમ ભારતમાં શરૂ થવાની સંભાવના છે. ત્યારબાદ 28 જૂનથી 1 જુલાઈ દરમિયાન દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધવાની પણ સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

પ્રી-મોન્સુન એક્ટિવિટી 26 જૂનથી ઉત્તર પશ્ચિમ ભારતમાં શરૂ થવાની સંભાવના છે. ત્યારબાદ 28 જૂનથી 1 જુલાઈ દરમિયાન દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધવાની પણ સંભાવના છે.

rain

આવતા 48 કલાકમાં અરબ સાગરના અમુક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્યપ્રદેશ, છત્તીસગઢના અમુક વધુ ભાગો, ઓડિશા, પશ્ચિમ બંગાળના બાકીના ભાગો, ઝારખંડ, બિહારના અમુક વધુ ભાગો અને ઉત્તરપ્રદેશના અમુક ભાગો તેમજ દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધે તેવી પરિસ્થિતિ અનુકૂળ બની છે.

ભારતીય હવામાન વિભાગના સમાચારમાં જણાવ્યા મુજબ 26 જૂનના રોજ ગુજરાતના અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને અમુક દૂરના સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ કોંકણ અને ગોવા, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તેમજ ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વળી, કોસ્ટલ અને દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

globe

સોમવારે ભારતીય સમય મુજબ 08.30 થી 17.30 કલાક દરમિયાન ગુજરાતના અમુક દૂરના સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ કોંકણ અને ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ મધ્ય મહારાષ્ટ્રના દૂરના સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.

સ્કાયમેટ રિપોર્ટ મુજબ આવતા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ કોંકણ અને ગોવામાં વરસાદ મન મૂકીને વરસશે. જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર ઓડિશા અને કોસ્ટલ કર્ણાટકમાં ચોમાસુ સક્રિય બનશે.

rainfall

ભારતીય હવામાન વિભાગ મુજબ ભારતમાં વર્ષ 2017 કરતા સારો વરસાદ પડવાની સંભાવના છે, તેમજ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં 96 થી 104 ટકા વચ્ચે 'સામાન્ય વરસાદ' પડવાની સંભાવના છે તેમ અધિકારીઓએ જણાવ્યુ હતુ. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 29 મે ના રોજ કેરળમાં તેના નિયત સમય કરતાં ત્રણ દિવસ વહેલા આવ્યુ હતુ. છેલ્લે તે ગયા મંગળવારે દેશના પૂર્વીય ભાગમાં આગળ વધ્યુ હતુ. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે ચોમાસાના સાતત્યમાં 10-12 દિવસનો વિરામ પડવો એ સામાન્ય ઘટના છે.

English summary
monsoon updates extre,ely heavy rain at isolated places very likely over gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X