Monsoon Update: યુપીમાં ભારે વરસાદની આશંકા, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશા, યુપી, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશા, યુપી, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ઓડિશામાં આવનારા બે દિવસ સુધી ભારે વરસાદ થઇ શકે છે. એટલા માટે પૂર જેવી પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. જયારે ઉત્તરાખંડમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે આજે દિલ્હી, મેરઠ અને હાપુડ જેવા યુપીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વિશે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

monsoon update

આપણે જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં આજે લગભગ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. રવિવારે લગભગ આખા પ્રદેશમાં ભારે વરસાદ થઇ શકે છે. નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેશે જયારે રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગ ઘ્વારા પહેલા જ રાજસ્થાનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

monsoon update

હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજસ્થાનના 16 જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં જયપુર, બરન, અજમેર, ભિલવારા, ભરતપુર, બુન્ડી, ચિત્તોડગઢ, દૌસા, ડુંગરપુર, ઝાલાવર, કરૌલી, કોટા, પ્રતાપગઢ, રાજસમંડ, ઉદયપુર, સવાઈ-માધપુર, ટોંક, પાળી, જોધપુર, નાગૌર અને જુલોરનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં સામાન્યથી 19 ટકા વરસાદ ઓછો થયો

જયારે હવામાન વિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દિલ્હીમાં સામાન્ય થી 19 ટકા વરસાદ ઓછો થયો. આ સમયે ચોમાસુ દિલ્હી સાઉથ થી નોર્થ વેસ્ટ તરફ આગળ વધી રહ્યું છે. હવે આ વરસાદ બંધ નહીં થાય.

monsoon update

તમે સેટેલાઇટ તસવીરો ઘ્વારા વાદળોની સ્થિતિ વિશે અનુમાન લગાવી શકો છો. આ ફોટો ભારતીય હવામાન વિભાગ ઘ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X