મોન્સુન અપડેટઃ કોંકણ-ગોવામાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના બુલેટિનમાં જણાવ્યા અનુસાર ગુજરાતના અમુક સ્થળોએ તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે કોંકણ અને ગોવામાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે તેમજ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના બુલેટિનમાં જણાવ્યા અનુસાર ગુજરાતના અમુક સ્થળોએ તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક દરિયાકાંઠે, તમિલનાડુ અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, મરાઠાવાડા, આંધ્રપ્રદેશ દરિયાકાંઠે, તેલંગાના અને અંતરિયાળ કર્ણાટકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

ઉત્તર કોસ્ટલ ઓડિશા અને આસપાસના વિસ્તામાં હાલમાં પ્રેશર બનેલુ છે. આ સિસ્ટમ ઉત્તરપશ્ચિમે પશ્ચિમ તરફ આગળ વધી મધ્ય ભારતમાં નીચુ દબાણ કરવાની સંભાવના છે જેના કારણે આવતા 48 કલાકમાં મધ્ય ભારતમાં વરસાદ વધી શકે છે.

બીજુ લો પ્રેશર ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં 19 જુલાઈ સુધીમાં બનવાની સંભાવના છે. ચોમાસુ તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ આગળ વધવાનું ચાલુ છે અને તે દરિયાની સપાટીથી તેની ઉચાઈના દક્ષિણ તરફ વળીને 2.1 કિમી સુધી વિસ્તરે છે.












Click it and Unblock the Notifications
