For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી, બિહાર, પંજાબ અને હરિયાણામાં આજે ભારે વરસાદની આશંકા

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચોમાસું તેના સંપૂર્ણ રંગમાં છે અને દેશના દરેક ભાગમાં વરસવા માટે તૈયાર છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચોમાસું તેના સંપૂર્ણ રંગમાં છે અને દેશના દરેક ભાગમાં વરસવા માટે તૈયાર છે, યુપી, બિહાર, ઝારખંડ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ થઇ શકે છે, જ્યારે બીજી તરફ ઉત્તરાખંડ કર્ણાટક, કેરળ, સિક્કીમ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને તમિળનાડુમાં ભારે વરસાદ ની આશંકા કરવામાં આવી રહી છે.

monsoon update

હવામાન વિભાગ માટે એક દિવસ અગાઉ જણાવ્યા મુજબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે, જેથી ગરમી સામે રાહત મળી છે. આઇએમડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નૈઋત્યના ચોમાસાથી કેટલાક અન્ય ભાગોમાં પહોંચી ગયું છે, પૂર્વીય રાજસ્થાન મોટા ભાગના વિસ્તારોમાં, પશ્ચિમમાં રાજસ્થાન, સમગ્ર હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબ, ગુજરાત બાકીના કેટલાક ભાગોમાં તે પહોંચી ગયું છે.

ભારે વરસાદ હવે બંધ થવાનો નથી

બિહાર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને તટીય કર્ણાટકમાં ભારે વરસાદને કારણે ચાલુ ઉત્તરાખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થશે તેવા એધાણ દેખાઈ રહ્યા છે અને ભારે વરસાદ હવે બંધ થવાનો નથી.

ભારે વરસાદ ની ચેતવણી

સોમવારે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે જેમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કોંકણ ગોવા અને તટીય કર્ણાટકનો સમાવેશ થાય છે. તમે ઉપગ્રહ છબીઓ દ્વારા વાદળોની સ્થિતિને શોધી શકો છો, આ ફોટો ભારતીય હવામાન વિભાગ તરફથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.

monsoon update

આપણે જણાવી દઈએ કે શનિવારે રાજધાની લખનવ સહિત કાનપુર, હાથરસ, લકીમપુર ખેરિ, મથુરા, અલીગઢ, ઔરૈયા, ગોંડામાં હવામાન પરિસ્થિતિ બદલાઈ છે. સાંજે વરસાદ અહીં વરસાદ શરૂ થઇ ગયો, જેના પરિણામે તાપમાનમાં ઘટાડો થયો.

English summary
Monsoon Updates: Heavy rains likely over uttar pradesh, bihar, punjab, haryana, chandigarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X