મોન્સુન અપડેટઃ આવતા 5 દિવસ સુધી ભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી
હવામાન ખાતાના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે આગામી ચાર-પાંચ દિવસ માટે મધ્ય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે.
હવામાન ખાતાના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે આગામી ચાર-પાંચ દિવસ માટે મધ્ય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે.

ભારતીય હવામાન ખાતાના નિવેદન અનુસાર કોંકણ અને ગોવા, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા અને તેલંગાનામાં વરસાદની સંભાવના છે.
ઉત્તર ઓડિશા અને આસપાસના પ્રદેશોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ શકે છે. વળી, પૂર્વ પશ્ચિમ કાંઠાનો વિસ્તાર ભારતમાં લેટીટ્યુડ 19°N માં ફરે છે અને ચોમાસાનો પૂર્વીય છેડો પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી વિસ્તરેલો છે તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ હતુ.

ઉપરની સિસ્ટમના પ્રભાવ હેઠળ મધ્ય ભારતમાં મોટા પ્રમાણમાં વ્યાપક વરસાદ ફેલાતા ભારેથી અતિ ભારે વરસાદ તેમજ ઉત્તર પૂર્વ ભારતમાં આવતા 4-5 દિવસ દરમિયાન વધુ વરસાદ થવાની સંભાવના છે તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ હતુ.
13 જુલાઈ સુધીમાં બંગાળની ખાડી અને આસપાસના પ્રદેશોમાં લો પ્રેશર ડેવલપ થવાની સંભાવના છે તેમ તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ છે.

ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક અજય કુમારે જણાવ્યુ હતુ કે, "ઉત્તર પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડીની નજીકના વિસ્તારમાં લો પ્રેશર અને કોંકણ દરિયાકાંઠે સક્રિય ચોમાસાના કારણે ભેજનુ પ્રમાણ વધતા મુંબઈ અને ઉત્તર કોંકણમાં વરસાદ વધી શકે છે."
પૂર્વ દરિયાકાંઠે લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થતાં ગુજરાતથી કેરળ સુધી વરસાદથી તીવ્રતા વધતા આવતા પાંચ દિવસમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની સંભાવના છે તેમજ બુધવાર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તેમ તેમાં ઉમેર્યુ હતુ.












Click it and Unblock the Notifications
