મોન્સુન અપડેટઃ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવતા 48 કલાક ભારે વરસાદ ચાલુ રહેશે
ભારતીય હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે આવતા 4-5 દિવસમાં સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદ વધશે તેમજ મહારાષ્ટ્ર અને ગોવા દરિયાકાંઠે ભારે વરસાદ ચાલુ રહેશે.
ભારતીય હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે આવતા 4-5 દિવસમાં સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદ વધશે તેમજ મહારાષ્ટ્ર અને ગોવા દરિયાકાંઠે ભારે વરસાદ ચાલુ રહેશે.

મુંબઈમાં આ સિઝનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે શાળાઓ અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે. ધોધમાર વરસાદના કારણે ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ થઈ જતા શહેરની ગતિ ધીમી પડી ગઈ છે. લોકો ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈને અવરજવર કરી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે ઉત્તર બંગાળની ખાડીમાં 13 જુલાઈ આસપાસ લો પ્રેશર ડેવલપ થયા બાદ વધુ સક્રિય થવાની સંભાવના છે. આગામી 5-6 દિવસ દરમિયાન મધ્ય ભારત અને દક્ષિણ દ્વિપકલ્પમાં ચોમાસાની સક્રિય સ્થિતિ યથાવત રહેશે. આવતા 48 કલાકમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં વરસાદ વધવાની સંભાવના છે તેમ તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ હતુ.

આવતા 4-5 દિવસ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ ચાલુ રહેશે તેમ તેમાં જણાવવામાં આવ્યુ હતુ. મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં આવતીકાલ માટે તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશમાં 11 જુલાઈ માટે લાલ રંગની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ચાર રંગની ચેતવણી જારી કરવામાં આવે છે. જેમાં લાલ રંગ ભારે વરસાદ દર્શાવે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં વરસાદની ઉણપ 9 ટકા છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં આ ઉણપ 24 ટકા છે જ્યારે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં અનુક્રમે 8 અને 5 ટકા નોંધવામાં આવી છે.












Click it and Unblock the Notifications
