મોન્સુન અપડેટઃ 24 જૂન બાદ વરસાદ પડવાની સંભાવના

છેલ્લા એક સપ્તાહથી વરસાદ નબળો પડ્યો છે પરંતુ 24 જૂનથી ફરીથી ચાલુ થવાની સંભાવના છે તેમ ભારતીય હવામાન વિભાગના તાજેતરની હવામાન અપડેટમાં જણાવવામાં આવ્યુ છે.

છેલ્લા એક સપ્તાહથી વરસાદ નબળો પડ્યો છે પરંતુ 24 જૂનથી ફરીથી ચાલુ થવાની સંભાવના છે તેમ ભારતીય હવામાન વિભાગના તાજેતરની હવામાન અપડેટમાં જણાવવામાં આવ્યુ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ જૂનના પ્રથમ ભાગ દરમિયાન સક્રિય થયા બાદ હાલમાં નબળુ પડ્યુ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે ચોમાસાની સ્થિતિ હાલમાં સામાન્ય છે.

rain

નબળા ચોમાસાને કારણે છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધ્યુ નથી. હવામાન વિભાગના બુધવારના સમાચારમાં આગાહી કરવામાં આવી હતી કે નબળા ક્રોસ ઈક્વેટોરિયલ ફ્લો, મેડન જુલિયન ઓસ્સીલેશન (એમજેઓ) ના સક્રિય તબક્કાના પ્રતિકૂળ સ્થાન, પૂર્વીય વિષુવવૃત, મધ્ય અને પૂર્વ પેસિફિક મહાસાગર, પશ્ચિમ ગોળાર્ધ અને આફ્રિકામાં તેમજ ઉત્તરપશ્ચિમ પેસિફિક મહાસાગરમાં લો પ્રેશર ડેવલપ થવાના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ છેલ્લા એક સપ્તાહથી આગળ વધી શક્યુ નથી. તેમછતાં 24 જૂનથી ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે.

sat image

તેમછતાં મોન્સુન સર્ક્યુલેશન 24 જૂનથી સક્રિય થવાની સંભાવના છે. આવતા 2-3 દિવસમાં પશ્ચિમ ઈક્વાટોરિયલ હિંદ મહાસાગર તેમજ તેની સાથેના અરબ સાગરમાં મેડન જુલિઅન ઓસ્કીલેશના સક્રિય ફેઝની શરૂઆત થવાની સંભાવના છે. પૂર્વ ભારતમાં ગંગાના મેદાનો પર પવનો શરૂ થતાં સાઈક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થયુ છે. જેના પરિણામે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રના અમુક ભાગો, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના અમુક ભાગો, બિહાર અને મધ્યપ્રદેશમાં 23 જૂનથી 25 જૂન દરમિયાન આવવાની સંભાવના છે તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ છે.

sat image

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં 29 મે ના રોજ નિયત સમયના ત્રણ દિવસ વહેલા આવ્યુ હતુ અને થોડા દિવસ કેરળ અને પશ્ચિમ દરિયાકિનારા તેમજ ઉત્તર પૂર્વને ઘમરોળ્યુ હતુ. ઓડિશા અને પૂર્વ ભારતના બાકીના ભાગોમાં 23-24 જૂન દરમિયાન સારો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટક અને દક્ષિણ પેનિન્સુલાના બાકીના ભાગોમાં 26 જૂનથી વરસાદ પડવાની સંભાવના છે તેમ ભારતીય હવામાન વિભાગના અધિકારીને કહેતા ટાંકવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસામાં વરસાદની વહેંચણી મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ જ્યારે દક્ષિણ પેનિન્સુલા -કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે.

આ સમયગાળા દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ઓછો વરસાદ (સામાન્યથી ઓછો) પડવાની સંભાવના છે. દેશભરમાં માસિક વરસાદ જુલાઈ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 101 ટકા, ઓગસ્ટ મહિના દરમિયાન એલપીએના 94 ટકા - ઓછા વત્તા અંશે 9 ટકા આદર્શ ભૂલ સાથે પડવાની સંભાવના છે. એલપીએના 90-96 ટકા સામાન્યથી ઓછો વરસાદ જ્યારે એલપીએના 96-104 ટકા સામાન્ય વરસાદ ગણાય છે. એલપીએના 90 ટકાથી ઓછો વરસાદ ખામીયુક્ત વરસાદ જ્યારે એલપીએના 104-110 ટકા વરસાદ સામાન્યથી વધુ વરસાદ ગણાય છે. 110 ટકાથી વધુ વરસાદ વધારાનો વરસાદ ગણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X