મોન્સુન અપડેટઃ દ.પ. ચોમાસુ આવતા 2-3 દિવસમાં દેશભરને આવરી લેશે
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 2-3 દિવસમાં સમગ્ર દેશને આવરી લેવા માટે તૈયાર છે.
દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચ્યા બાદ લગભગ પખવાડિયા (જે તે સામાન્ય રીતે લે છે) પછી હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 2-3 દિવસમાં સમગ્ર દેશને આવરી લેવા માટે તૈયાર છે.

"સામાન્ય રીતે 1 જુલાઈ સુધીમાં સમગ્ર દેશ કવર થઈ જાય છે. માત્ર ઉત્તર પશ્ચિમના મોટાભાગના સ્થળ 15 દિવસ મોડુ થાય છે. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરપશ્ચિમ ભારતમાં ખૂબ વરસાદ છે. જેણે ચોમાસુ આગળ ધીમે ધીમે આગળ વધવામાં મદદ કરી છે." તેમ ભારતીય હવામાન વિભાગના લાંબા ગાળાની આગાહીના ડિરેક્ટર ડી એસ પાઈએ જણાવ્યુ હતુ.
ગુજરાતના વધુ કેટલાક ભાગો, પૂર્વ રાજસ્થાનના વધુ ભાગો, પશ્ચિમ રાજસ્થાનના અમુક ભાગો, સમગ્ર હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશના બાકીના ભાગો, ઉતરાખંડ, હિમાચલપ્રદેશ અને પંજાબમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધ્યુ છે તેમ ભારતીય હવામાન વિભાગે વધુમાં જણાવ્યુ હતુ.

અરબ સાગરના બાકીના ભાગો, ગુજરાત, રાજસ્થાન અને આ રીતે દેશભરમાં આવતા 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધવા માટેની સ્થિતિ અનુકૂળ બની છે તેમ ભારતીય હવામાન વિભાગે ઉમેર્યુ હતુ.
કેરળમાં 28 જૂનના રોજ તેના નિયત સમય કરતા ત્રણ દિવસ પહેલા ચોમાસુ પહોંચ્યુ હતુ. જા કારણે મહિનાના પ્રથમ અર્ધ ભાગમાં પશ્ચિમ દરિયાકાંઠે વરસાદ પડ્યો હતો.
ગયા ચોમાસામાં પંજાબ અને હરિયાણામાં ચોમાસુ એક સપ્તાહથી પણ વધુ મોડુ હતુ તેમછતાં વરસાદે લગભગ 12 જુલાઈ સુધીમાં બંને રાજ્યને આવરી લીધુ હતુ.

આ વર્ષે જો કે આ બે રાજ્યોમાં તે અપેક્ષિત આગમનના એક દિવસ વહેલા આવી ગયો હતો. ગુરુવારે બીજા દિવસે મહત્તમ તાપમાન સામાન્ય કરતા થોડુ ઓછુ એટલે કે 29-35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
ચોમાસુ જે ગયા સપ્તાહ સુધી નિષ્ક્રિય હતુ તે ફરીથી જીવંત થતાં દેશના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ થયો છે. જો કે, સમગ્ર દેશમાં ચોમાસાની કુલ ઉણપ હજુ પણ 10 ટકા જેટલી ઓછી છે.
દેશના ચાર હવામાન વિભાગોમાંથી માત્ર દક્ષિણ દ્વીપકલ્પને જ 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
પૂર્વ-ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની ખાધ અનુક્રમે 29 અને 24 ટકા છે.
દેશના 36 હવામાન પેટા વિભાગોમાંથી 24 પેટાવિભાગોને 'ઉણપ' અને 'મોટાભાગે અપૂરતો વરસાદ' મળ્યો છે.
આનો અર્થ એ થયો કે દેશના 25 ટકાથી ઓછા ભાગમાં 'સામાન્ય' અથવા 'વધુ પડતો' વરસાદ પ્રાપ્ત થયો છે.
ભારતીય હવામાન વિભાગ મુજબ વર્ષ 2017 કરતા ભારતમાં 'વધુ સારો વરસાદ' થવાની સંભાવના છે. સમગ્ર દેશમાં જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી 96 થી 104 ટકા વચ્ચે 'સામાન્ય વરસાદ' ની આશા રાખવામાં આવી રહી છે તેમ અધિકારીએ જણાવ્યુ હતુ.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં તેના નિયત સમય કરતાં ત્રણ દિવસ વહેલા 29 મે ના રોજ પહોંચ્યુ હતુ. તે અંતમાં છેલ્લા સપ્તાહે મંગળવારે દેશના પૂર્વીય ભાગોમાં આગળ વધ્યુ હતુ. હવામાન અધિકારીઓએ જણાવ્યુ કે ચોમાસાના સાતત્યમાં 10-12 દિવસનો વિરામ પડવો એ એક સામાન્ય ઘટના છે.












Click it and Unblock the Notifications
