બટાકાના ભાવે આ મહિને તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, સરકારે કહ્યુ - વિદેશથી મંગાવી રહ્યા
દેશમાં શાકભાજીના ભાવમાં ઘણો વધારો થયો છે. દેશમાં ઘણી જગ્યાએ ખવાતા બટાકાના ભાવોએ દસ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.
નવી દિલ્લીઃ દેશમાં શાકભાજીના ભાવમાં ઘણો વધારો થયો છે. દેશમાં ઘણી જગ્યાએ ખવાતા બટાકાના ભાવોએ દસ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. આ મહિને ઓક્ટોબર 2020માં દેશમાં બટાકાના સરેરાશ છૂટક ભાવ દસ વર્ષમાં સૌથી વધુ રાજધાની દિલ્લીમાં 11 વર્ષમાં સૌથી વધુ છે. દેશમાં ઓક્ટોબરમાં બટાકાની સરેરાશ કિંમત 39.30 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી, આ 130 મહિનામાં સૌથી વધુ છે. વળી, રાજધાની દિલ્લીમાં ઓક્ટોબરમાં બટાકાની સરેરાશ કિંમત 40.11 રૂપિયા પ્રતિ કિલો રહી, આ જાન્યુઆરી 2010 બાદ એટલે કે લગભગ 11 વર્ષમાં સૌથી વધુ છે. આ આંકડા કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયથી લેવામાં આવ્યા છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશમાં બટાકાના સરેરાશ છૂટક ભાવ 20.57 રૂપિયા પ્રતિ કિલો હતુ. વળી, દિલ્લીમાં ઓક્ટોબર 2019માં બટાકાની સરેરાશ કિંમત 25 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. બટાકાના ભાવ માટે શુક્રવારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યુ છે કે ભાવ પર કાબુ મેળવવા માટે સરકાર પગલાં ઉઠાવી રહી છે. આના માટે 30,000 ટન ડુંગળી અને બટાકા આયાત કરવામાં આવશે. ગોયલે કહ્યુ કે ભૂટાનથી 30,000 ટન બટાકા આવવાના છે.
બટાકા પર ઈમ્પોર્ટ ડ્યુટીને 30 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવી છે. આ 31 જાન્યુઆરી 2021 સુધી માટે લાગુ રહેશે અને તેની સ્ટૉક લિમિટ 10 લાખ ટન સુધીની હશે. ડુંગળીના ભાવ પણ દેશમાં ઘણા વધી ગયા છે. ડુંગળીની સરેરાશ છૂટક ભાવ 65થી 70 રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગળી માટે પિયુષ ગોયલે કહ્યુ કે ડુંગળીની આયાત તુર્કી, ઈજિપ્ત અને અફઘાનિસ્તાનથી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી 7000 ટન ડુંગળી આયાત કરવામાં આવી ચૂકી છે અને દિવાળી પહેલા 25000 ટન આવી જશે.












Click it and Unblock the Notifications
