'માસિક વિજળી સબસિડી માટે હજુ સુધી 30% ગ્રાહકોએ આવેદન કર્યુ નથીઃ દિલ્લી સરકાર
શુક્રવારે અધિકારીઓએ માહિતી આપી કે દિલ્લીમાં લગભગ 30 ટકા વિજળી ગ્રાહકો અને સબસિડીના લાભાર્થીઓએ વિજળી સબસિડી માટે હજુ સુધી આવેદન કર્યુ નથી.
નવી દિલ્લીઃ શુક્રવારે અધિકારીઓએ માહિતી આપી કે દિલ્લીમાં લગભગ 30 ટકા વિજળી ગ્રાહકો અને સબસિડીના લાભાર્થીઓએ વિજળી સબસિડી માટે હજુ સુધી આવેદન કર્યુ નથી. આવેદન કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 33 લાખથી વધુ વીજ ગ્રાહકોએ પાવર સબસિડી માટે અરજી કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગયા મહિને જાહેરાત કરી હતી કે આ મહિનાની પાવર સબસિડી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર હશે. તેમણે કહ્યુ હતુ કે જે ગ્રાહકોએ સબસિડી માટે અરજી કરી નથી તેઓએ તેમના બિન-સબસિડીવાળા બિલ ચૂકવવા પડશે પરંતુ તેઓ આના માટે આવતા મહિને અરજી કરી શકે છે.
અધિકારીઓએ જણાવ્યુ કે 33,14,488 વીજ ગ્રાહકોએ પાવર સબસિડી માટે અરજી કરી છે. જ્યારે બાકીના 13.85 લાખ ગ્રાહકોએ અરજી કરવાની બાકી છે. નોંધનીય છે કે હાલમાં 200 યુનિટથી ઓછી વીજળીનો વપરાશ કરનારા ગ્રાહકોને કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. જ્યારે 400 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓને 50 ટકા સબસિડી મળશે.












Click it and Unblock the Notifications
