Monsoon Update: 10 જુલાઈથી આખા ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના, જાણો IMDએ શું કહ્યુ?

ગરમીથી ત્રસ્ત ઉત્તર ભારત માટે રાહતના સમાચાર છે. જાણો ભારતીય હવામાન વિભાગે શું કહ્યુ.

નવી દિલ્લીઃ ગરમીથી ત્રસ્ત ઉત્તર ભારત માટે રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગને પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે બંગાળની ખાડીમાંથી નીકળેલી ભેજવાળા પવનો ઉત્તર-પશ્ચિમ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે અને અનુમાન મુજબ તે 10 જુલાઈ સુધી દિલ્લી, પંજાબ અને ઉત્તર હરિયાણામાં પહોંચી જશે. જેના કારણે 10 જુલાઈથી લઈને આવતા 5 દિવસો સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્લી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં ભારે વરસાદની સંભાવના છે.

10 જુલાઈથી વરસશે વાદળો

10 જુલાઈથી વરસશે વાદળો

11 જુલાઈથી લઈને આગલા 3 દિવસો સુધી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, બંગાળ અને ઝારખંડ-બિહારમાં ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. જ્યારે આવતા 24 કલાક દરમિયાન બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, છત્તીસગઢ, તેલંગાના, ઓરિસ્સા, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને મરાઠવાડામાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે અને આના કારણે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

10 જુલાઈએ દિલ્લી પહોંચશે ચોમાસુ

10 જુલાઈએ દિલ્લી પહોંચશે ચોમાસુ

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ભારતીય હવામાન વિભાગે કહ્યુ હતુ કે દિલ્લી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ચોમાસુ 10 જુલાઈ સુધી દસ્તક દઈ શકે છે અને લોકોને ગરમીથી છૂટકારો મળી શકશે. હાઈડ્રોલૉજીમાં ચોમાસાનો અર્થ છે - એવા પવનો જે વરસાદ કરાવે. અરબ સાગર તરફતી ભારત બાજુ સાઉથ-વેસ્ટ કોસ્ટથી આવતા પવનોના કારણે વરસાદ થાય છે તેને ચોમાસુ કહેવાયુ છે. દેશમાં ચોમાસુ 4 મહિના હોય છે.

સ્કાઈમેટ વેધરની અપડેટ

સ્કાઈમેટ વેધરની અપડેટ

સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. વળી, 11-12 જુલાઈએ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાના, કર્ણાટક, મરાઠવાડા, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, કેરળ, કોંકણ, ગોવા, ગુજરાત, રાજસ્થાન, અંદમાન-નિકોબાર, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પશ્ચિમી હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X