અહીં ઉમેદવારોની સંપત્તિ 0, દેવું કરોડોનું
ચેન્નઇ, 22 એપ્રિલ; લોકસભા ચૂંટણીમાં એક તરફ એવા ઉમેદવાર છે, જેમની સંપત્તિ કરોડો-અરબોનો ગ્રાફ બનાવી રહી છે, તો બીજી તરફ તમિલનાડુમાં કેટલાક એવા ચહેરા છે, જેમણે પોતાના સંપત્તિ 0 જાહેર કરી છે. આ ઉમેદવારોમાં મોટાભાગે અપક્ષ છે. એડીઆર રિપોર્ટમાં એક રસપ્રદ ખુલાસો થયો છે. અહીંના 845 ઉમેદવારોમાંથી 1414 પર પાંચ કરોડથી વધુ દેવું છે.
નીલગિરીજના ભાકપા માલે રેડસ્ટાર, પોન્નુસામી પી તથા ચિદંબરમથી અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ઇઝહમ વીએ પણ પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. જે 14 ઉમેદવારો પર પાંચ કરોડનું દેવું છે, તેમાં કન્યાકુમારીથી એચ બસંથા કુમાર પર 87 કરોડનું દેવું છે. જ્યારે કુમારની ટોટલ પ્રોપર્ટી 285 કરોડ છે. આ પ્રકારે બેલ્લોરથી ભાજપના ષણમુગમ 106 કરોડના માલિક છે, પરંતુ તેમના પર પણ 34 કરોડનું દેવું છે.

એડીઆરના આંકડાઓમાં કંઇ આવું પણ
નવ ઉમેદવારો એવા છે, જેમની આવક એક કરોડ રૂપિયા છે. અન્નદ્રમુકના થમ્બીદુરૈ એમએ પોતાની આયત સંપત્તિ 10 કરોડ રૂપિયા, કીર્તિ પી ચિદંબરમે પોતાની આયાત સંપત્તિ એક કરોડ રૂપિયા જાહેર કરી છે. લોકસભા ચૂંટણી આવક-ખર્ચના આંકડામાં પણ રસપ્રદ સાબિત થઇ રહી છે. ક્યાંક કંગાળ છે તો ક્યાંક કરોડી, કહી ખુશહાલી તો ક્યાં બદહાલી.












Click it and Unblock the Notifications
